14 March, 2024 06:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શેટ્ટી
રોહિત શેટ્ટી આજે તેના જીવનનાં પચાસ વર્ષ પૂરાં કરી રહ્યો છે. ૧૯૭૪ની ૧૪ માર્ચે તેનો જન્મ મુંબઈમાં થયો હતો. તેના પિતા સ્ટન્ટમૅન હતા, પરંતુ તે પોતે બ્લૉકબસ્ટર ડિરેક્ટર તરીકે જાણીતો છે. તેની ‘સિંઘમ અગેઇન’ હવે આવી રહી છે. આ ફિલ્મોના સ્ટન્ટના કારણે રોહિત ફક્ત ફિલ્મો માટે નહીં, પરંતુ રિયલિટી શો માટે પણ જાણીતો છે. તે કલર્સ ચૅનલ માટે ‘ખતરોં કે ખિલાડી’શોને હોસ્ટ કરે છે. સ્ટન્ટ રિયલિટી શોની ૧૪મી સીઝનમાં હવે રોહિત શેટ્ટીએ તેની ફી વધારી દીધી હોવાની ચર્ચા છે. અત્યાર સુધી તે એક એપિસોડ માટે પચાસ લાખ રૂપિયા લેતો હોવાની ચર્ચા હતી. જોકે હવે તેણે એપિસોડ દીઠ ૬૦-૭૦ લાખ રૂપિયા ચાર્જ કર્યા હોવાની ચર્ચા છે. આ સીઝન માટે હવે રોહિત અંદાજે ૧૬ કરોડ રૂપિયાની આસપાસ ચાર્જ કરશે.