29 January, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શેટ્ટીએ ખરીદી ૪.૫૭ કરોડ રૂપિયાની હમર ઈવી
ફિલ્મમેકર રોહિત શેટ્ટી તેણે ખરીદેલી શાનદાર કારને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે રોહિતે જીએમસી હમર ઈવી ખરીદી છે જે એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક લક્ઝરી કાર છે. ભારતમાં એની અંદાજિત કિંમત ૪.૫૭ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કાર એના ફ્યુચરિસ્ટિક લુકને કારણે ડિમાન્ડમાં છે. જીએમસી હમર ઈવી એના શક્તિશાળી પર્ફોર્મન્સ માટે જાણીતી છે અને એના કારણે લક્ઝરી ઈવી સેગમેન્ટમાં ખાસ સ્થાન ધરાવે છે.