12 September, 2026 04:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રોહિત સરાફ
‘ધ રિવોલ્યુશનરીઝ’, ‘મિસમૅચ્ડ સીઝન 4’ અને ‘મહાકાલી’ ત્રણ અલગ-અલગ પ્રોજેક્ટ્સ, ત્રણ એકદમ અલગ પ્રકારના પાત્રો અને ત્રણ અલગ-અલગ જૉનર આ જ અભિનેતા રોહિત સરાફના આવનારા પ્રોજેક્ટ્સની ખાસિયત છે. સતત અલગ-અલગ પ્રકારના પ્રોજેક્ટ્સ સાથે રોહિત એ સાબિત કરી રહ્યો છે કે તે પોતાના નવા પાત્રો દ્વારા દર્શકોને સતત સરપ્રાઇઝ કરવા માટે તૈયાર છે. રોહિત સરાફની હાલની રિલીઝ ‘ધ રિવોલ્યુશનરીઝ’ 11 સપ્ટેમ્બરથી ઍમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. ફિલ્મના ટીઝર, ટ્રેલર અને ગીતોને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મમાં રોહિત એકદમ નવા અને બદલાયેલા અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેનો લુક અને પાત્ર અત્યાર સુધી જોવા મળેલા તેના પાત્રોથી ખૂબ જ અલગ છે. પિરિયડ ડ્રામા ‘ધ રિવોલ્યુશનરીઝ’માં તે સચિન્દ્રનાથ સાન્યાલની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મની વાર્તા બ્રિટિશ રાજ અને આઝાદીની લડાઈના સમયગાળાની બૅકગ્રાઉન્ડ પર આધારિત છે. આવી સ્થિતિમાં તેના ફૅન્સ પણ એ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે કે રોહિત આ વખતે શું નવું લઈને આવ્યો છે.
આ સીઝનમાં તે ફરી એકવાર પોતાના જાણીતા ‘બૉય-નૅક્સ્ટ-ડોર’ અંદાજમાં જોવા મળશે. ફૅન્સ રોહિત અને ઋષિના પાત્રને ખૂબ પસંદ કરે છે અને આ સીઝનમાં ઋષિ અને ડિમ્પલની સુંદર કહાનીને એક પ્રેમાળ અને યાદગાર અંત મળવાની આશા છે. ‘મિસમૅચ્ડ સીઝન 4’નું દિગ્દર્શન દિવ્યાંગ ઠક્કરે કર્યું છે અને તેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. રોહિત સરાફ અહીં જ અટકવાનો નથી. તે ટૂંક સમયમાં તેલુગુ સિનેમામાં પણ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘મહાકાલી’માં જોવા મળવાનો છે, જેમાં પહેલીવાર તેની સાથે દિગ્ગજ અભિનેતા અક્ષય ખન્ના જોવા મળશે. પૂજા કોલ્લુરુના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મનું ટીઝર સામે આવ્યા બાદથી જ દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધી ગઈ છે. ફેન્સ હવે રોહિત સરાફના રસપ્રદ લુક અને તેમના પાત્રની એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્રણ એકદમ અલગ પ્રોજેક્ટ્સ અને ત્રણ અલગ-અલગ પાત્રો સાથે રોહિત સરાફ સતત પોતાની ઍક્ટિંગની રેન્જને વિસ્તારી રહ્યો છે. સ્પષ્ટ છે કે તે નવા એક્સપેરિમેન્ટ્સ કરવામાં પાછળ હટી રહ્યો નથી અને દર્શકોની નજર હવે તેની આવનારા તમામ પ્રોજેક્ટ્સ પર છે.
રોહિત સરાફે 2016 માં ફિલ્મ ‘ડિયર ઝિંદગી’માં આલિયા ભટ્ટના ઑન-સ્ક્રીન ભાઈ તરીકે પોતાની ઍક્ટિંગ-કરીઅરની શરૂઆત કરી હતી અને હવે તે પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર રોહિત હાલમાં પોતાની કો-સ્ટાર પ્રતિભા રાંટાને ડેટ કરી રહ્યો છે. પ્રતિભા ફિલ્મ ‘લાપતા લેડીઝ’થી ચર્ચામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે રોહિત અને પ્રતિભા પોતાની આગામી વેબસિરીઝ ‘ધ રેવલ્યુશનરીઝ’ માટે તૈયારી કરી રહ્યાં છે. આ એક પિરિયડ ડ્રામા સિરીઝ છે. રોહિત અને પ્રતિભાની નજીકના મિત્રે માહિતી આપતાં કહ્યું હતું કે ‘હાલમાં રોહિત અને પ્રતિભા એકબીજાની કંપનીનો આનંદ માણી રહ્યાં છે. તેઓ ખૂબ સારા મિત્રો છે અને બન્ને વચ્ચે મજબૂત કમ્ફર્ટ લેવલ છે. બન્ને ઘણી વાર સાથે સમય પસાર કરે છે. જોકે બન્ને વચ્ચે સારી નિકટતા હોવા છતાં તેઓ હાલ પોતાના સંબંધને કોઈ નામ આપવા માટે ઉતાવળમાં નથી.’ જોકે અત્યાર સુધી રોહિત અને પ્રતિભામાંથી કોઈએ પણ આ સંબંધ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.