રાજ કપૂરની દીકરી રીતુ નંદાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યું કપૂર ફૅમિલી

15 January, 2020 01:07 PM IST  |  Mumbai

રાજ કપૂરની દીકરી રીતુ નંદાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યું કપૂર ફૅમિલી

રાજ કપૂરની દીકરી રીતુ નંદાનું અંતિમ સંસ્કાર

રાજ કપૂરની દીકરી રીતુ નંદાનું કૅન્સરનાં કારણે દિલ્હીમાં નિધન થતાં કપૂર અને બચ્ચન પરિવાર તેમનાં અંતિમ સંસ્કારમાં જોડાયું હતું. રીતુ નંદા અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાની સાસુ હતાં. ૭૧ વર્ષિય રીતુ નંદા ઘણાં વર્ષોથી કૅન્સરથી પીડિત હતાં. તેમની અંતિમ વિધીમાં શ્વેતાની દીકરી નવ્યા નવેલી અને અગસ્ત્ય પણ હાજર હતાં. રીતુ નંદાનાં પતિ રાજન નંદાનું બે વર્ષ અગાઉ જ અવસાન થયુ હતું. તેમનાં પરિવારમાં હાલમાં દીકરો નિખીલ નંદા, દીકરી નતાશા અને વહુ શ્વેતાની સાથે જ પૌત્ર અને પૌત્રી છે. રીતુ નંદા ઇન્શ્યોરન્સ સર્વિસીસની ચૅર વુમન હતાં. તેમનાં નામે એક જ દિવસમાં ૧૭ હજાર પૅન્શન પ્લાન વેચવાનો રૅકોર્ડ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડસમાં નોંધાયેલો છે. આ સિવાય તેમણે તેમનાં પિતા રાજ કપૂરની બાયોગ્રાફી ‘રાજ કપૂર : ધ વન એન્ડ ઓન્લી શો મૅન’ લખી હતી. આ બુક અનેક ભાષાઓમાં પણ લખવામાં આવી હતી, જે રશિયામાં ખૂબ જ પૉપ્યુલર થઈ હતી. રશિયામાં રાજ કપૂરની ખ્યાતિ ખૂબ જ છવાયેલી છે. ત્યાર બાદ તેમણે ‘રાજ કપૂર સ્પિક્સ’ પણ લખી હતી. રીતુ નંદાનાં અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, રણધીર કપૂર, રિશી કપૂર, રાજીવ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની ‌અને રીમા જૈન દિલ્હી પહોંચી ગયા હતાં. તેમની આત્માને શાંતિ મળે એવી સૌ કોઈ સોશ્યલ મીડિયા પર પ્રાર્થના કરી રહ્યાં છે.

raj kapoor shweta bachchan nanda bollywood news entertaintment