હૃતિક રોશને ડિવૉર્સની સુનાવણી મોકૂફ રખાવી

30 October, 2014 05:24 AM IST  | 

હૃતિક રોશને ડિવૉર્સની સુનાવણી મોકૂફ રખાવી

પરંતુ એ દિવસે હૃતિક અહીં હાજર હોવાની શક્યતા ઓછી હોવાને કારણે આ સુનાવણીની બીજી તારીખ માગવામાં આવશે. નવી તારીખ માગવા બાબતે હૃતિકના વકીલ દીપેશ મહેતાએ જણાવ્યું હતું કે હૃતિક એ દિવસે કદાચ મુંબઈમાં ન પણ હોય એ સંભાવનાને લીધે અમે હિયરિંગની બીજી તારીખ માગીશું.

જોકે આ નિર્ણય પાછળનું ખરું કારણ હજી જાણી શકાયું નથી.એમ જણાય છે કે હૃતિક અને સુઝૅન ખાને કાયદેસર છૂટાં પડતાં પહેલાં કેટલાક પર્સનલ ઇશ્યુઝ સૉલ્વ કરવાના બાકી છે. થોડા વખત પહેલાં સુઝૅને છૂટાછેડા માટે ભરણપોષણની રકમ તરીકે ચાર અબજ રૂપિયા માગ્યા હોવાની વાતો ચર્ચાતી હતી, પરંતુ હૃતિકે એ વાતોને રદિયો આપ્યો હતો. એ પછી બન્નેએ સહિયારી અરજી કરીને જાહેર કર્યું હતું કે ઉકેલી ન શકાય એવા મતભેદોને કારણે અમારા માટે સાથે રહેવું અશક્ય બન્યું છે.

સુઝૅન ગયા જાન્યુઆરી મહિનામાં રોશનપરિવારના ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી. એપ્રિલ મહિનામાં બન્નેએ પરસ્પર સમજૂતીથી લગ્ન બરખાસ્ત કરવાનો નિર્ણય લઈને સુઝૅન તથા બે બાળકોના રહેઠાણની વ્યવસ્થા અને કાયમી ભરણપોષણ બાબતે ર્કોટની બહાર સેટલમેન્ટ કરવાનો નિર્ણય લીધો હતો.