Viral Video:રિતેશ દેશમુખે મમ્મીની સાડીમાંથી સીવડાવ્યા દિવાળીના કુર્તા

15 November, 2020 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Viral Video:રિતેશ દેશમુખે મમ્મીની સાડીમાંથી સીવડાવ્યા દિવાળીના કુર્તા

તસવીર સૌજન્ય

રિતેશ દેશમુખ સોશિયલ મીડિયા પર ઘણાં ક્રિએટીવ વીડિયો પોસ્ચ કરતા હોય છે. આ વખતે તેમનો વીડિયો ખૂબ જ જબરજસ્ત છે. તેમણે દિવાળી પર મમ્મીની સાડીનો કુર્તો પહેર્યો હતો અને તેમના દીકરાઓએ પણ.

રિતેશ દેશમુખ અને પત્ની જેનિલિયા ડિસૂઝા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે ખૂબ જ રસપ્રદ વીડિયોઝ શૅર કરતા રહે છે. તેમનો રિસન્ટ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રિતેશે લોકોને દિવાળી વિશ કરી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આમાં તેમણે જે કુર્તો પહેર્યો છે તે તેમની મમ્મીની સાડીનો છે.

દીકરાઓએ પણ પહેર્યા છે સાડીના કુર્તા
રિતેશ દેશમુખે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે. આની સાથે લખ્યું છે, મમ્મીની જૂની સાડી, બાળકો માટે દિવાળીના નવા કપડા. આ વીડિયો જેનિલિયાએ શૂટ કર્યો છે. રિતેશ સાથે તેમના બન્ને દીકરાઓ પણ તે જ સાડીના કુર્તા પહેરીને હાથ જોડીને ઉભેલા દેખાય છે. આ વીડિયોમાં તેમની મમ્મી પણ સાડી બતાવતી જોવા મળે છે. તેમનો આ વીડિયો ખૂબ જ શૅર કરવામાં આવ્યો છે.

રિતેશને લોકો બોલાવે છે જેનિલિયાનો પતિ
રિતેશ અને જેનિલિયા બોલીવુડનું સૌથી ક્યૂટ કપલ છે. રિતેશ પોતાની મમ્મી સાથે ખૂબ જ અટેચ્ડ છે. તે ઘણીવાર પોતાના પિતાની તસવીરો, વીડિયો અને તેમની માટે મેસેજ પોસ્ટ કરતો રહે છે. તાજેતરમાં જ જેનિલિયા કોરોનામાંથી રિકવર થઈ છે. રિસન્ટલી જેનિલિયા અને રિતેશ કપિલ શર્માના શૉમાં પહોંચ્યાં હતા. ચેટ શૉમાં રિતેશે જણાવ્યું કે સાઉથમાં લોકો તેને જેનિલિયાના પતિ તરીકે ઓળખે છે. તેની વાઇફે તેનાથી વધારે પૈસા કમાવ્યા છે, આ વાત પર તેને ગર્વ છે.

bollywood bollywood news bollywood gossips riteish deshmukh entertainment news