મહારાષ્ટ્રમાં પણ લોકો આજે મરાઠી ફિલ્મને સેકન્ડ ઑપ્શન ગણે છે : રિતેશ

28 December, 2018 05:49 PM IST  |  | Sonal Dedhia

મહારાષ્ટ્રમાં પણ લોકો આજે મરાઠી ફિલ્મને સેકન્ડ ઑપ્શન ગણે છે : રિતેશ

પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન પત્ની સાથે રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં પણ મરાઠી ફિલ્મને લોકો સેકન્ડ ઑપ્શન ગણે છે. મરાઠી ફિલ્મને પ્રમોટ કરવા માટે તેણે ‘લય ભારી’થી શરૂઆત કરી હતી. આ ફિલ્મ મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે ગેમચેન્જર બની હતી. તે હવે ‘માઉલી’ લઈને આવી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં રિતેશે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં પણ દર્શકો મરાઠી ફિલ્મને સેકન્ડ ઑપ્શન ગણે છે. હિન્દી ફિલ્મની સાથે જ્યારે મરાઠી ફિલ્મ રિલીઝ થાય ત્યારે તેઓ બૉલીવુડને વધુ મહkવ આપે છે. સાઉથમાં એકદમ ઊલટું છે. ત્યાંની ફિલ્મોને લોકો પહેલાં મહkવ આપે છે અને બૉલીવુડની ફિલ્મ સેકન્ડ નંબરે આવે છે.’

શાહરુખ ખાનની ‘ઝીરો’ સાથે રિતેશની ‘માઉલી’ રિલીઝ થઈ રહી હતી. જોકે તેણે ૨૧ ડિસેમ્બરની જગ્યાએ હવે આ ફિલ્મને ૧૪ ડિસેમ્બરે રિલીઝ કરવાનો નર્ણિય લીધો હતો. આ વિશે વધુ જણાવતાં રિતેશે કહ્યું હતું કે ‘શાહરુખ મારો ખૂબ જ સારો મિત્ર છે. ‘ઝીરો’ તેના પ્રોડક્શન-હાઉસની ખૂબ જ મોટી ફિલ્મ છે અને ‘માઉલી’ મારા પ્રોડક્શનની ખૂબ જ મોટી ફિલ્મ છે. ‘ટોટલ ધમાલ’ પોસ્ટપોન્ડ થઈ હોવાથી મને એક અઠવાડિયાનો ગૅપ મળી ગયો. આથી અમારી તમામની ફિલ્મ માટે આ સારો નર્ણિય રહ્યો છે કે હું ફિલ્મને જલદી રિલીઝ કરું જેથી સ્ક્રીન કાઉન્ટની પણ સમસ્યા નહીં રહે અને બિઝનેસને પણ અસર નહીં થાય.’

riteish deshmukh genelia dsouza bollywood movie review