રિતેશ દેશમુખ ચાર વર્ષ બાદ વાઇફ જેનિલિયા સાથે જોવા મળશે એક મરાઠી ગીતમાં

28 December, 2018 06:03 PM IST  | 

રિતેશ દેશમુખ ચાર વર્ષ બાદ વાઇફ જેનિલિયા સાથે જોવા મળશે એક મરાઠી ગીતમાં

રિતેશ અને જેનિલિયા મરાઠી ફિલ્મ ‘માઉલી’ ગીતમાં ધમાલ કરતા દેખાયા

મરાઠી ફિલ્મ ‘માઉલી’માં હોળીના આ ગીતમાં બન્નેની જોડી કમાલની દેખાઈ રહી છે. રિતેશ વાઇફ જેનિલિયાની પ્રશંસા કરતાં નથી થાકતો. આ ગીતમાં બન્ને ખૂબ ધમાલમસ્તી કરતાં દેખાઈ રહ્યાં છે. અજય-અતુલે આ ગીતને મ્યુઝિક આપ્યું છે. આ ગીતને સોશ્યલ મીડિયા પર શૅર કરતાં રિતેશ દેશમુખે લખ્યું હતું કે ‘વાઇફ જેનિલિયા સાથે ૪ વર્ષ બાદ કામ કરી રહ્યો છું. પહેલી ફિલ્મથી માંડીને અત્યાર સુધી સ્ક્રીન પર તેનો જાદુ જળવાઈ રહ્યો છે.’

riteish deshmukh genelia dsouza