જુઠા કહીં કા દ્વારા રિશી કપૂર કમબૅક કરશે

01 July, 2019 10:25 AM IST  |  મુંબઈ

જુઠા કહીં કા દ્વારા રિશી કપૂર કમબૅક કરશે

રિશી કપૂર (File Photo)

રિશી કપૂર હવે ‘જુઠા કહીં કા’માં જોવા મળશે. તેઓ છેલ્લા ઘણાં મહિનાઓથી ન્યુ યૉર્કમાં કૅન્સરની સારવાર લઈ રહ્યાં છે. તેમને હવે કૅન્સર-ફ્રી કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ છે અને જલદી જ ભારત પાછા ફરવાનાં છે. ‘જુઠા કહીં કા’ ૧૯ જુલાઇએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જિમ્મી શેરગિલ, લિલેટ દુબે, ઓમકાર કપૂર અને મનોજ જોશી જોવા મળશે. કૅન્સર બાદ આ તેમની પહેલી ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

વાઇટ વાઇન દ્વારા દીકરા અને જમાઈ સાથે સ્ટ્રૉન્ગ બૉન્ડિગ શૅર કરતાં રિશી કપૂર

રિશી કપૂર હાલમાં ન્યુ યૉર્કમાં દીકરા રણબીર કપૂર અને જમાઈ ભરત સાહની સાથે સમય પસાર કરી રહ્યા છે. નીતુ કપૂરે તેમનો ફોટો શૅર કર્યો હતો. ફોટોમાં તેમનાં હાથમાં વાઇટ વાઇનનો ગ્લાસ છે. ન્યુ યૉર્કમાં કૅન્સરની સારવાર માટે રિશી કપૂર ગયા હતાં. તેઓ કૅન્સર ફ્રી થઈ ગયા છે અને તેમને ડૉક્ટરે દેખરેખ હેઠળ રાખ્યા છે. રિશી કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા સાથે ભરત સાહનીએ ૨૦૦૬ની ૨૫ જાન્યુઆરીએ લગ્ન કર્યાં હતાં. ત્રણેયનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નીતુ કપૂરે કૅપ્શન આપી હતી કે ‘સાફ દિલ લોકોને આકર્ષિત કરે છે. આ ત્રણેયમાં એ ક્વૉલિટી છે. તેઓ ખૂબ સ્ટ્રૉન્ગ, પ્યોર અને બુદ્ધિમાન છે. તેઓ મારા સુપરમૅન છે.’

rishi kapoor bollywood ranbir kapoor entertaintment