લાઇસન્સ લિકર સ્ટોર્સ ખુલ્લા રાખવા જોઈએ : રિશી કપૂર

29 March, 2020 11:55 AM IST  |  Mumbai Desk | IANS

લાઇસન્સ લિકર સ્ટોર્સ ખુલ્લા રાખવા જોઈએ : રિશી કપૂર

ઋષિ કપૂર

રિશી કપૂરે સરકારને લાઇસન્સવાળા લિકર સ્ટોર્સ સાંજે શરૂ કરવાની વાત કરતાં લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. તાજેતરમાં રિશી કપૂરે દેશમાં ઇમર્જન્સી લાગુ કરવાની વાત કરી હતી. એને લઈને લોકોએ તેમની ખૂબ ઝાટકણી કાઢી હતી. લાઇસન્સવાળા લિકર સ્ટોર્સને લઈને ટ્વિટર પર રિશી કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘વિચારો. સરકારે સાંજના સમયે લાઇસન્સવાળા લિકર સ્ટોર્સને થોડા સમય માટે શરૂ કરવા જોઈએ. મારી વાતને ખોટી ન સમજતા. માણસો ઘરે જ રહેશે. તેઓ હાલમાં ડિપ્રેશન અને અનિશ્ચિતતાથી ઘેરાયેલા છે. પોલીસ, ડૉક્ટર્સ અને નાગરિકોને પણ થોડી રાહત મળી જશે. બ્લૅકમાં તો આમ પણ વેચાય છે. રાજ્ય સરકારને પણ એક્સાઇઝ મારફત પૈસાની જરૂર છે. ફ્રસ્ટ્રેશન ક્યાંક ડિપ્રેશનમાં ન ફેરવાઈ જાય. આમ પણ લોકો તો પી રહ્યા છે જ, લીગલ જ કરી દો. કોઈ પાખંડ નથી. આ તો મારા વિચાર છે.’

રિશી કપૂરના આ ટ્વીટને કારણે સોશ્યલ મીડિયામાં લોકોએ તેમને ખૂબ ટ્રોલ કર્યા હતા. એક સોશ્યલ મીડિયા-યુઝરે લખ્યું કે ડાયરેક્ટ બોલોને. લિકરનો તમારો સ્ટૉક પૂરો થઈ ગયો છે. શું કામ ગોળ-ગોળ ફેરવીને બોલો છો.

bollywood bollywood news bollywood gossips coronavirus covid19 rishi kapoor