રિશી કપૂરને જન્મજયંતીએ પત્ની અને પુત્રવધૂએ કર્યા પ્રેમથી યાદ

05 September, 2025 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૫૨ની ૪ સપ્ટેમ્બરે જન્મેલા રિશી કપૂરની ગઈ કાલે ગુરુવારે જન્મજયંતી હતી

રિશી કપૂર

૧૯૫૨ની ૪ સપ્ટેમ્બરે જન્મેલા રિશી કપૂરની ગઈ કાલે ગુરુવારે જન્મજયંતી હતી. રિશી કપૂરે ૨૦૨૦માં આ દુનિયાને અલવિદા કરી દીધું હતું પરંતુ તેઓ આજે પણ ચાહકોના દિલમાં રહે છે. રિશી કપૂરની જન્મજયંતીએ પત્ની નીતુ કપૂર અને પુત્રવધૂ આલિયા ભટ્ટે તેમને પ્રેમથી યાદ કર્યા હતા.

રિશી કપૂરની જન્મજયંતીએ તેમનાં પત્ની નીતુ કપૂરે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને લખ્યું હતું, ‘તમે હંમેશાં અમારા દિલમાં રહેશો. જન્મદિવસની શુભેચ્છા.’

આલિયાએ પણ સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો, જેમાં રિશી કપૂર સ્ટેજ પર રમૂજી કિસ્સો સંભળાવતા જોવા મળે છે. પ્રેક્ષકોમાં નીતુ કપૂર બેઠાં છે અને આ કિસ્સો સાંભળીને હસતાં જોવા મળે છે. આલિયાએ વિડિયો શૅર કરતાં લખ્યું હતું, ‘હંમેશાં અને હંમેશ માટે અમે તમને યાદ રાખીશું. જન્મદિવસની શુભેચ્છા.’

rishi kapoor happy birthday neetu kapoor alia bhatt bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news