રણબીર કપૂર પર આધાર રાખે છે કે તે કોને વાઇફ બનાવવા માગે છે : રિશી કપૂર

07 October, 2019 08:54 AM IST  |  મુંબઈ

રણબીર કપૂર પર આધાર રાખે છે કે તે કોને વાઇફ બનાવવા માગે છે : રિશી કપૂર

રણબીર કપૂર

રિશી કપૂરે તાજેતરમાં જણાવ્યું હતું કે રણબીર કપૂર પર એ વાત નિર્ભર કરે છે કે તે કોને વાઇફ બનાવવા માગે છે. રણબીરનાં બૉલીવુડની ઍક્ટ્રેસિસ સાથેનાં રિલેશન્સે ખાસ્સી ચર્ચા ચગાવી હતી. આલિયા ભટ્ટ સાથેનું અફેર તો હવે જગજાહેર છે. એવામાં રણબીરનાં રિલેશન્સને લઈને રિશી કપૂરે કહ્યું હતું કે ‘ભૂતકાળમાં રણબીરના તેની કો-ઍક્ટ્રેસિસ સાથે સંબંધ રહ્યા હતા. હવે તે કોને વાઇફ કે ગર્લફ્રેન્ડ બનાવવા માગે છે અથવા તો કોની સાથે કામ કરવા માગે છે એ બાબત તેના પર આધાર રાખે છે. તેને જેની સાથે લગ્ન કરવાં હોય તેની સાથે કરે, અમને કોઈ વાંધો નથી. અમને તો એક વહુ મળી જાય એટલે અમે ખુશ થઈ જઈશું.’

alia bhatt rishi kapoor ranbir kapoor