20 October, 2025 05:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ શેટ્ટીએ કાશી વિશ્વનાથ મંદિરમાં બાબા ભોલેનાથના આશીર્વાદ લીધા
રિષભ શેટ્ટી હાલમાં તેની ફિલ્મ ‘કાંતારા ચૅપ્ટર ૧’ની બૉક્સ-ઑફિસ પરની સફળતાનો આનંદ માણી રહ્યો છે. હાલમાં તેણે ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યાં હતાં અને બાબા ભોલેનાથના આશીર્વાદ લીધા હતા. રિષભ શેટ્ટીએ સોશ્યલ મીડિયા પર તેની કાશી વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાં ક્લિક કરાયેલી તસવીર પણ શૅર કરી છે. તેણે આ તસવીરની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘શ્રદ્ધા અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદયથી મેં કાશી વિશ્વનાથ મંદિરમાં ઈશ્વરીય આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ‘કાંતારા ચૅપ્ટર ૧’ની યાત્રાને દિશા આપનાર પ્રેમ અને સમર્થન માટે પ્રાર્થના કરી.’
આ પોસ્ટમાં રિષભે આગળ લખ્યું હતું કે ‘આ દિવાળીમાં બ્લૉકબસ્ટર કાંતારા સાથે આસ્થા, સંસ્કૃતિ અને સિનેમાના પ્રકાશનો જશ્ન મનાવો. આ ઉજવણી તમારા નજીકના સિનેમા હૉલ્સમાં સફળતાપૂર્વક ચાલી રહી છે.’