ઋષભ પંતના અકસ્માત બાદ ઉર્વશી રૌતેલાની પોસ્ટ શું કહી રહી છે? જાણો

30 December, 2022 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ક્રિકેટર ઋષભ પંતનો આજે અકસ્માત થયો છે. આ દરમિયાન ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે, જાણો શું કહી રહી છે અભિનેત્રી.

ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટનામાં ખરાબ રીતે ઘાયલ થઈ ગયો હતો. અકસ્માતની તસવીરો જોઈને કોઈપણને આશ્ચર્ય થશે. આ અકસ્માતમાં રિષભ પંતને ઘણી ઈજા થઈ છે. પ્રશંસકો ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. આ દરમિયાન બૉલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ એક ફોટો પોસ્ટ કર્યો છે.

હાલમાં જ ઉર્વશી રૌતેલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સુંદર ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ તસવીરમાં ઉર્વશીએ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે અને આ લુકને પૂર્ણ કરવા માટે અભિનેત્રીએ ઇયરિંગ્સ, માંગ ટીકા પણ પહેર્યા છે. અભિનેત્રીએ આ ફોટાના કેપ્શન પર લખ્યું છે કે ઉર્વશીએ સફેદ રંગનું હૃદય બનાવ્યું છે. આ ફોટો પર ફેન્સ સતત કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે આરપીને અકસ્માત થયો છે અને તે ઈન્સ્ટાગ્રામ પર અટવાઈ ગઈ છે. 

આ પણ વાંચો: ઋષભ પંતની કારને નડ્યો અકસ્માત, ક્રિકેટર ગંભીર રીતે ઘાયલ

બીજા એક યુઝરે લખ્યું મિત્ર ઋષભ પંતનો અકસ્માત થયો છે. યુઝરે કહ્યું- ભાભી ઋષભ ભૈયાનો અકસ્માત થયો છે. ઉપરાંત, આ પોસ્ટ પર ચાહકો પંતના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા એક સમયે રિલેશનશિપમાં હોવાના અહેવાલ હતા, પરંતુ તેઓએ ક્યારેય તેનો સ્વીકાર કર્યો ન હતો. સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ઘણી વખત કોલ્ડ વોર પણ થઈ હતી.

મળતી માહિતી મુજબ ઋષભ પંત દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો. તે જ સમયે તેમની કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી 108ની મદદથી રિષભ પંતને રૂરકી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. આ ઘટના આજે સવારે લગભગ 5.15 કલાકે બની હતી. આ અકસ્માત NH 58 પર મેંગ્લોર કોતવાલી વિસ્તારમાં થયો હતો. આ ઘટનામાં પંત ખરાબ રીતે ઘાયલ થયો છે. તેના કપાળ પર ઈજા છે અને તેના પગમાં પણ ફ્રેક્ચર પણ થયું છે.

bollywood news Rishabh Pant urvashi rautela