રિચાની લાહોર કૉન્ફિડેન્શ્યલ ફિલ્મનું શૂટિંગ સોમવારે થયું પૂરું

28 October, 2020 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિચાની લાહોર કૉન્ફિડેન્શ્યલ ફિલ્મનું શૂટિંગ સોમવારે થયું પૂરું

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢાની સ્પાય થ્રિલર ‘લાહોર કૉન્ફિડેન્શ્યલ’નું શૂટિંગ ગઈ કાલે પૂરું થયું હતું. આ ફિલ્મને કુણાલ કોહલીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રિચા ચઢ્ઢાની સાથે અરુણોદય સિંહ પણ જોવા મળશે જેને zee5 પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મની સ્ટોરી એક ઇન્ડિયન ડિવૉર્સી મહિલાની આસપાસ ફરે છે જે પાકિસ્તાનમાં ઇન્ટેલિજન્સ ડ્યુટી કરતી હોય છે. આ ફિલ્મમાં કરિશ્મા તન્ના પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમું શૂટિંગ કોરોના વાઇરસના આતંકની વચ્ચે કરવામાં આવ્યું છે. આથી દરેક વ્યક્તિ દ્વારા સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કુણાલ કોહલીએ કેટલાક ફોટો શૅર કર્યા હતા, જેમાં લોકો માસ્કમાં જોવા મળી રહ્યાં છે. આ ફોટો શૅર કરતાંની સાથે કુણાલ કોહલીએ કહ્યું હતું કે ‘હું દરેક લોકેશન પર પોતે કાર ચલાવીને જતો હતો. ડ્રાઇવર નહોતો અને મારી કારમાં કોઈને એન્ટ્રી પણ નહોતી. કાર ટ્રેકિંગ શૉટ્સ દરમ્યાન પણ મેં મારા મૉનિટરની સાથે કાર ચલાવી હતી. સેટ પર ફક્ત મારા માટે જ ખુરશી રાખવામાં આવતી હતી. દરરોજ દરેક શૉટ દરમ્યાન જ્યારે ખુરશી શિફ્ટ કરવામાં આવે ત્યારે સૅનિટાઇઝ કરવામાં આવતી હતી. મારું મૉનિટર અલગ રાખવામાં આવ્યું હતું અને એની અને મારી વચ્ચે છ ફીટ દૂર દરેકને રહેવાનું કહેવામાં આવ્યું હતું.’
કૅમેરાને અડકવાનું નહીં અને ઍક્ટર્સના પર્ફોર્મન્સને દૂરથી જોવાને ઍડ્જસ્ટ થતાં તેને સમય લાગ્યો હતો. આ વિશે કુણાલ કોહલીએ કહ્યું હતું કે ‘ઘણી વાર સેકન્ડ કૅમેરાને હું ઑપરેટ કરતો હોઉં છું. જોકે આ વખતે હું એ નહોતો કરી શક્યો. હું કૅમેરાની બાજુમાં પણ નહોતો બેસી શકતો, કારણ કે મને ઍક્ટર્સના પર્ફોર્મન્સ બારીકીથી જોવાનું પસંદ છે. એની જગ્યાએ મારે હવે મૉનિટર પર બેસવું પડે છે. દરેક બ્રેક દરમ્યાન પ્રોડક્શન દ્વારા દરેક જગ્યાને સૅનિટાઇઝ કરવામાં આવતી હતી.’

richa chadda richa chadha arunoday singh bollywood news