પાત્રને સ્ટ્રૉન્ગ બનાવવા માટે લૉના પ્રોફસરોને મળી રહી છે રિચા ચઢ્ઢા

26 December, 2018 07:03 PM IST  | 

પાત્રને સ્ટ્રૉન્ગ બનાવવા માટે લૉના પ્રોફસરોને મળી રહી છે રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢા

અક્ષય ખન્ના પણ આ ફિલ્મમાં મહત્વના પાત્રમાં દેખાશે. કાયદાની આંટીઘૂંટીને ઝીણવટપૂર્વક સમજવા માટે રિચાએ કેટલીક બુક્સ વાંચી હતી. રિચા હવે એક પગલું આગળ માંડી મુંબઈની વિવિધ લૉ કૉલેજોમાં જઈ રહી છે અને ત્યાં લૉના પ્રોફેસરોને મળી રહી છે. ‘સેક્શન ૩૭૫’ કેટલીક વાસ્તવિક કથાઓ પર આધારિત છે.

પોતાના પાત્ર વિશે રિચાએ કહ્યું હતું કે ‘હું પહેલી વાર વકીલનું પાત્ર ભજવી રહી છું. એથી હું જાણવા માગતી હતી કે લોકો શા માટે કોર્ટના દરવાજા ખખડાવવા માટે તૈયાર થઈ જાય છે. આ જ કારણ છે કે લૉ કૉલેજોની મુલાકાત લેવી જરૂરી હતી અને તેમની સાથે સમય વિતાવવાથી મને ઘણી મદદ મળી. મારા માટે એ ખૂબ જ અગત્યનું છે.’

richa chadda