રિયા ચક્રવર્તી ડ્રગ કેસ: 6 ઑક્ટોબર સુધી જેલમાં રહેશે, જામીનની કરી અરજી

22 September, 2020 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રિયા ચક્રવર્તી ડ્રગ કેસ: 6 ઑક્ટોબર સુધી જેલમાં રહેશે, જામીનની કરી અરજી

રિયા ચક્રવર્તી

અભિનેતા સુશાંત સિંહ (Bollywood Actor Sushant Singh Rajput) રાજપૂતનાં શંકાસ્પદ નિધન સાથે જોડાયેલા ડ્રગ (Drug Case) કેસમાં ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા (Bollywood Actrss Rhea Chakraborty) ચક્રવર્તીને હજી કેટલાક દિવસ જેલમાં રહેવું પડશે. કેસમાં સ્પેશિયલ NDPS કોર્ટે રિયાની ન્યાયિક ધરપકડને 6 ઑક્ટોબર સુધી વધારી દીધી છે. રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક (Showik Chakraborty) ચક્રવર્તીએ બૉમ્બે (Bombey High Court) હાઇકૉર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.

જણાવવાનું કે બન્નેની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ સુશાંત સિંહ રાજપૂતના નિધન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે. અભિનેતા સુશાંતનું 14 જૂનના શંકાસ્પદ સ્થિતિમાં નિધન મામલે અત્યાર સુધી 19 લોકોની એનસીબીએ ધરપકડ કરી છે.

જણાવવાનું કે રિયા ચક્રવર્તીના ફોનની જૂની વૉટ્સએપ ચૅટ જોતાં ઇડી સામે રિયા અને જયા સાહા વચ્ચેની કેટલીક ચૅટ સામે આવી હતી જેનાથી બોલીવુડના અનેક સિતારાઓના નામ હવે ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા જોવા મળે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ મામલે એનસીબી બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ સિવાય ફેશન ડિઝાઇનર સિમોન ખંબાટાને સમન મોકલવાની છે.

બૉમ્બે હાઇકૉર્ટે ડ્રગ પેડલે ઝૈદ વિલાત્રાની જામીન અરજી પર એનસીબીને જવાબ નોંધાવવાના નિર્દેશ આપ્યા છે. સુશાંતના નિધન સાથે જોડાયેલા કેસમાં એનસીબીએ વિલાત્રાની ચાર સપ્ટેમ્બરના ધરપકડ કરી હતી. એનસીબી તરફથી રજૂ એડીશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહની રિક્વેસ્ટ પર જસ્ટિસ રેવતી મોહિતે ડેરેની એક સભ્યની પીઠે જવાબ નોંધાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.

rhea chakraborty bollywood sushant singh rajput bollywood news bollywood gossips