જંગલી ફિલ્મનો રીવ્યૂઃ હાથીના દાંત બતાવવાના અલગ અને ચાવવાના..

29 March, 2019 04:38 PM IST  | 

જંગલી ફિલ્મનો રીવ્યૂઃ હાથીના દાંત બતાવવાના અલગ અને ચાવવાના..

જાણો કેવી છે ફિલ્મ જંગલી?

ફિલ્મઃ જંગલી
કલાકારઃ વિદ્યુત જામવાલ, પૂજા સામંત, મકરંદ દેશપાંડે
નિર્દેશકઃ ચક રસૈલ
નિર્માતાઃ જંગલી પિકચર્સ
રેટિંગઃ 2 સ્ટાર

હિંદી સિનેમામાં જાનવરો સાથે જોડાયેલી ફિલ્મો ઓછી બની છે. અને જાનવરો સાથે જોડાયેલી સંવેદનાઓને લઈને પણ ઓછી વાર્તાઓ કહેવામાં આવી છે. વર્ષ 1971માં રાજેશ ખન્નાની ફિલ્મ આવી હતી હાથી મેરે સાથી, જે એ સમયે હિટ રહી હતી. તે બાદ તેરી મહેરબાનિયાં અને કેટલાક સમય પહેલા અક્ષય કુમારની ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ પણ આવી હતી. જંગલી પિક્ચર્સની ફિલ્મ આ જ શ્રેણીની આગામી ફિલ્મ છે.

ફિલ્મની કહાની હાથીનું સંરક્ષણ કરતી ઓરિસ્સાની ચંદ્રિકા સેંચ્યુરીની આસપાસ ફરે છે, જ્યાં નાયર જંગલને પોતાનું ઘર જ સમજે અને હાથીઓની રક્ષા કરવામાં કોઈ જ કસર નથી છોડતા. તેમનો દીકરો રાજ છે, જે વેટરનરી ડૉક્ટર છે અને તે તેના પિતાથી નારાજ થઈને કેટલાક વર્ષો પહેલા જંગલ છોડીને મુંબઈ જતો રહે છે. પણ તે પાછો આવે છે અને તે જંગલનો જ થઈને રહી જાય છે. કારણ કે પરિસ્થિતિ એવી બને છે. દરેક કહાનીની જેમ અહીં મહિલા પાત્ર રાજના પિતા સાથે મળીને હાથીઓનું સંરક્ષણ કરે છે અને તેને રાજ સાથે પ્રેમ થઈ જાય છે.

આ ક્રમમાં એક કિરદાર વીડિયો જર્નલિસ્ટનો છે, જે નાયર પર ફિલ્મ બનાવવા માંગે છે. જે પણ રાજ સાથે જોડાઈ જાય છે. એવામાં એક બાદ એવી ઘટનાઓ બને છે કે તે પાછો નથી આવી શકતો. તે તેના પિતા અને તેના પ્રિય હાથીઓને પણ ગુમાવતો જાય છે. હાથીઓના દાંતની લાલચમાં તેમનો શિકાર કરવામાં આવે છે અને નાયક તેનો બદલો લે છે. એક કહેવત છે, હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા, આ કહેવતનો હાથીઓ સાથે જોડાયેલી આ ફિલ્મમાં સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે તમને જે બતાવવામાં આવે છે, તે છે નહીં. આ ફિલ્મની સાથે નિર્દેશક પણ કાંઈક એવી જ રીતે હાથીના દાંત બતાવી રહ્યા છે અને છેતરી રહ્યા છે. ફિલ્મના ટ્રેલર અને પ્રમોશનમાં જે રીતે ફિલ્મના હીરો વિદ્યુત જામવાલનો અનોખો અંદાજ બતાવવામાં આવ્યો છે, આશા હતી કે ફિલ્મ સારી હશે. પરંતુ તેમાં એ જ જૂનો ડ્રામ પીરસવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ આગામી ફિલ્મ જંગલીમાં બાઇક સ્ટન્ટ્સ વિદ્યુત જામવાલે પોતે કર્યા છે

જો વિદ્યુતના ખભા પર આખી જવાબદારી આપવામાં આવી હતી તો એ ખયાલ રાખવો જોઈતો હતો કે ફિલ્મને એક્શનને કેન્દ્રમાં રાખીને બનાવવી જોઈએ. ફિલ્મના લોકેશન પણ બનાવટી નજર આવે છે. વિદ્યુત જામવાલે હજુ પણ મહેનત કરવાની જરૂર છે. ફિલ્મ કારણ વગરની લાંબી છે.

જંગલીના ડાયરેક્ટરને આવે છે બોલીવુડની ઈર્ષા
જંગલીના ડાયરેક્ટર છે ચક રસેલ.જેઓ હોલીવુડની ફિલ્મો પણ કરી ચુક્યા છે. રસેલ હંમેશાથી બોલીવુડમાં કામ કરવા માંગતા હતા. તેમણે કહ્યું કે તેમણે જ્યારે ભારતીય ફિલ્મો જોઈ ત્યારે તેમને બોલીવુડના દિગ્દર્શકોની ઈર્ષા થઈ હતી. તેઓ દરેક ફિલ્મમાં ડાન્સ અને ગીતો એડ કરતા હતા. પશ્ચિમમાં આવું નથી. એટલે જ મને બોલીવુડમાં કામ કરવાની ખૂબ જ ઈચ્છા હતી.

vidyut jamwal bollywood news bollywood movie review