આલિયા ભટ્ટની સડક 2 આ દિવસે થશે રીલિઝ

20 May, 2019 06:26 PM IST  |  મુંબઈ

આલિયા ભટ્ટની સડક 2 આ દિવસે થશે રીલિઝ

સડક 2ની રીલિઝ ડેટ આવી સામે

મોસ્ટ અવેઈટેડ મુવી સડક 2 10 જુલાઈ 2020ના દિવસે રીલિઝ થવા જઈ રહી છે. મહેશ ભટ્ટના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, આદિત્ય રૉય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને મહેશ ભટ્ટ ડાયરેક્ટ કરશે જ્યારે મુકેશ ભટ્ટ તેને પ્રોડ્યૂસર રહેશે. રવિવારથી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.


આલિયા પહેલી વાત પિતા મહેશ ભટ્ટના નિર્દેશનમાં બનનારી કોઈ ફિલ્મમાં કામ કરી રહી છે. જેની ખુશી આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર જાહેર કરી હતી, અને કહ્યું હતું કે તેને ડર પણ લાગી રહ્યો છે.

આ પણ વાંચોઃ સડક 2નું શૂટિંગ શરૂ કરવાનો ડર લાગી રહ્યો છે આલિયા ભટ્ટને

સડક ફિલ્મ 1991માં આવી હતી. જેના 27 વર્ષો બાદ સડક 2 આવી રહી છે. સડકમાં સંજય દત્ત અને પૂજા ભટ્ટ લીડ રોલમાં હતો અને સડક 2 માં પણ બંને જોવા મળશે.

alia bhatt aditya roy kapur sanjay dutt pooja bhatt mahesh bhatt mukesh bhatt