અરે! રેખાએ બિગ બી વિશે શું કહી નાંખ્યું

14 October, 2014 09:14 AM IST  | 

અરે! રેખાએ બિગ બી વિશે શું કહી નાંખ્યું



મુંબઈ.તા,14 ઓકટોબર

સદાબહાર અભિનેત્રી રેખા પણ પબ્લિસિટી મેળવવાના મામલે કોઈનાથી પાછળ નથી.રેખા લાંબા સમય બાદ ફિલ્મ સુપર નાનીમાં જોવા મળશે.તે હાલમાં પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે એક રિઆલિટી શોમાં પહોંચી અને તે સમયે તેણે કંઈક આવુ બોલી નાંખ્યુ.જેના કારણે તે એકવાર ફરી સમાચારોમાં ચમકી.

રેખા શોના હોસ્ટ સલમાન ખાનની ફિલ્મ દબંગના એક લોકપ્રિય ડાયલોગ્સ બોલી રહી હતી.થથ્પડ સે ડર નહી લગતા,પ્યાર સે ભી નહી લગતા હૈ...વો તો મે બહુત દે સકતી હુ.ડર લગતા હૈ તો બસ બીગ બી સે.પોતાની ભૂલનો અહેસાસ થતા જ રેખાએ તેને સુધારી લીધી હતી,પરંતુ તે પોતાની ભૂલ સુધારે ત્યાં સુધીમાં તો આ સમાચાર હેડલાઈન બની ચુક્યા હતા.બાદમાં રેખાએ કહ્યુ કે બીગ બી બોલવા પાછળનો તેનો અર્થ હતો બીગ બોસ સાથે.

રેખા અને બીગ બી એટલે કે અમિતાભ સીત્તેરના દાયકામાં એકબીજાના ઘણા નજીક હતા.અમિતાભ અને જયા ભાદુરીના લગ્ન બાદ પણ રેખા અને અમિતાભની પ્રેમ કહાની ન્યૂઝપેપરોમાં ચર્ચાનો વિષય બનતી હતી.લગભગ માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરીને ફરતી રેખાને આ નિવેદને પાછી ચર્ચાના ચકરાવે ચડાવી દીધી છે.હવે આને રેખાની જીભ લપસી ગઈ તેવુ માનો કે પછી ફિલ્મ પ્રમોશન માટે પબ્લિસીટી માનો.