RAW Box Office : રૉની શરૂઆત, જૉન અબ્રાહમની ફિલ્મની થઈ આટલી કમાણી

06 April, 2019 05:15 PM IST  | 

RAW Box Office : રૉની શરૂઆત, જૉન અબ્રાહમની ફિલ્મની થઈ આટલી કમાણી

રૉ બૉક્સ ઑફિસ કલેક્શન

ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન એક રૉ ઑફિસરની સ્ટોરી પર બનેલી જૉન અબ્રાહમની ફિલ્મ રોમિયો અકબર વૉલ્ટર એટલે કે રૉએ પહેલા દિવસે 6 કરોડ રૂપિયાનું કલેક્શન કરી સારી શરૂઆત કરી છે.

પહેલા પરમાણુ દ્વારા દેશના ગૌરવ અને પછી ફિલ્મ સત્યમેવ જયતેના ચાલતા ભ્રષ્ટાચારીઓના જીવનમાં ગદર મચાવી ચૂકેલા જૉન અબ્રાહમની આ ફિલ્મ રૉબી ગરેવાલે ડિરેક્ટ કરી છે. ફિલ્મને પહેલા દિવસે 6 કરોડ રૂપિયાની આસપાસની કમાણી થઈ છે. લગભગ 40 કરોડ રૂપિયાથી બનેલી રૉને પહેલા દિવસે એટલું જ કલેક્શન મળવાનું અનુમાન હતું. રૉની સાથે કોઈ મોટી ફિલ્મ રિલીઝ નથી થઈ. એટલે આ વીકેન્ડમાં ફિલ્મને મોટો ફાયદો થઈ શકે છે.

જૉન અબ્રાહમની રૉ તેની પાછલી ફિલ્મ સત્યમેવ જયતેના 19 કરોડ 50 લાખ રૂપિયા પહેલા દિવસનું કલેક્શનની આસપાસ તો ન પહોંચી શકી પણ તેની એક બીજી ફિલ્મ પરમાણુ ધ સ્ટારી ઑફ પોખરણના 4 કરોડ 82 લાખ રૂપિયાના ઓપનિંગ કલેકશન કરતાં આગળ નીકળી ગઈ.

આ પણ વાંચો : મૂવી રિવ્યુ : રોમિયો અકબર વોલ્ટર મળ્યા આટલા સ્ટાર

ફિલ્મનું નામ રૉ એટલે કે રોમિયો અકબર વૉલ્ટર પર રાખવામાં આવ્યું છે. જેની ટેગ લાઇન "Our Hero, Their Spy" રાખવામાં આવી છે. RAWનું ફુલફોર્મ R-રોમિયો, A-અકબર, W-વૉલ્ટર છે. આ દેશ ભક્તિની સત્ય ઘટના પર બનાવેલી ફિલ્મ છે જેમાં જૉને લગભગ 9 લૂક એટલેકે યુવાન થી લઈને 85 વર્ષના વૃદ્ધનું પાત્ર પણ ભજવ્યું છે. આ ફિલ્મ 1971ના ભારત - પાક. યુદ્ધ અને બાંગ્લાદેશના જન્મની પૃષ્ઠભૂમિ પર બનાવેલી છે. રોમિયો એક બેન્કમાં કામ કરે છે અને રૉ તેને એક એજન્ટ તરીકે પસંજ કરીને અકબર મલ્લિક બનાવીને પાકિસ્તાન મોકલે છે. તે ત્યાંથી કેટલીય મહત્વપૂર્ણ માહિતીઓ મોકલે છે. દરમિયાન તેને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રોમિયોમાંથી તે અકબર મલ્લિક બનેલો રૉ એજન્ટ કેવી રીતે બન્યો, આ ઘટનાની આસપાસ જ આખી ફિલ્મની સ્ટોરી ચાલે છે.

john abraham bollywood jackie shroff