12 October, 2025 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશ્મિકાએ સોશ્યલ મીડિયા પર તેના શ્વાન સાથેનો વિડિયો શૅર કર્યો છે
રિપોર્ટ છે કે રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાએ ગુપચુપ સગાઈ કરી લીધી છે. જોકે આ વિશે બન્નેમાંથી કોઈએ હજી સુધી કોઈ ઑફિશ્યલ સ્ટેટમેન્ટ આપ્યું નથી, પરંતુ બન્ને આડકતરી રીતે તેમના સંબંધનો જાહેરમાં સ્વીકાર કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં વિજયના હાથમાં સગાઈની વીંટી જોવા મળી હતી અને હવે રશ્મિકાએ પણ સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને એન્ગેજમેન્ટની આડકતરી જાહેરાત કરી છે. હકીકતમાં રશ્મિકાએ સોશ્યલ મીડિયા પર તેના શ્વાન સાથેનો વિડિયો શૅર કર્યો છે જેમાં તે શ્વાનને રમાડી રહી છે અને આ સમયે તેના હાથમાં રહેલી એન્ગેજમેન્ટ રિંગે સૌનું ધ્યાન ખેંચ્યું છે.