30 October, 2025 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશ્મિકા મંદાના
અમેરિકન લક્ઝરી બ્રૅન્ડ સ્વરોવ્સ્કીની ૨૦૨૫ની ભારતની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે રશ્મિકા મંદાનાની પસંદગી કરવામાં આવી છે. હાલમાં બ્રૅન્ડ દ્વારા લૉસ ઍન્જલસમાં માસ્ટર ઑફ લાઇટ ઓપનિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રદર્શનમાં સ્વરોવ્સ્કીના ૧૩૦ વર્ષના ઇતિહાસની યાત્રાને દર્શાવવામાં આવી. આ ફંક્શનમાં રશ્મિકાએ સ્વરોવ્સ્કીની ભારતની
બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે ડેબ્યુ કર્યું હતું. આ ફંક્શનમાં તેણે ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના અનડિસ્ક્લોઝ્ડ હૉલિડે 2026 કલેક્શનનું પેટલ કૉર્સેટ ગાઉન પહેરવાનું પસંદ કર્યું હતું અને એની સાથે સ્વરોવ્સ્કીની જ જ્વેલરી પહેરી હતી. આ સમયે પોઝ આપતી વખતે રશ્મિકાની એન્ગેજમેન્ટ રિંગ પણ નજીકથી સારી રીતે જોવા મળી હતી.