26 October, 2025 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશ્મિકા મંદાના હાલમાં જાહેરમાં ચહેરા પર માસ્ક પહેરેલી જોવા મળી હતી
રશ્મિકા મંદાના હાલમાં જાહેરમાં ચહેરા પર માસ્ક પહેરેલી જોવા મળી હતી. આમ તો રશ્મિકા ફોટોગ્રાફર્સ સાથે સહકારભર્યું વલણ દાખવતી હોય છે, પણ આ વખતે જ્યારે ફોટોગ્રાફર્સે તેને ચહેરા પરથી માસ્ક ઉતારવાનું કહ્યું ત્યારે તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી. જોકે રશ્મિકાએ પોતાના આ ઇનકાર પાછળનો તર્ક આપતાં જણાવ્યું હતું, સૉરી... આજે ટ્રીટમેન્ટ થઈ છે. જોકે રશ્મિકાની આ વાત માનીને ફોટોગ્રાફર્સે પણ તેને ક્લિક કરવાનો આગ્રહ પડતો મૂક્યો હતો.