11 July, 2026 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાનાએ પોતાની એક આગામી ફિલ્મ માટે એક ભવ્ય અંડરવૉટર ઍક્શન સીનનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. નિર્માતાઓના જણાવ્યા મુજબ હિરોઇન દ્વારા પર્ફોર્મ કરવામાં આવેલો ભારતીય સિનેમાનો આ પહેલો અંડરવૉટર ફાઇટ સીન છે જેમાં રશ્મિકાએ કોઈ પણ ઍક્શન-ડબલનો સહારો લીધા વિના તમામ સ્ટન્ટ્સ જાતે જ કર્યા છે. નિર્માતાઓએ આ સીનની ઝલક અને શૂટિંગ દરમ્યાનની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ સીનનું શૂટિંગ પૂર્ણ કરવા માટે રશ્મિકાએ બે દિવસમાં અંદાજે ૨૦ કલાક પાણીની અંદર વિતાવ્યા હતા. રશ્મિકાએ સોશ્યલ મીડિયામાં આ સીનના શૂટિંગનો અનુભવ પણ ચાહકો સાથે વહેંચ્યો હતો. એને પોતાની કરીઅરનો અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ પડકાર ગણાવતાં રશ્મિકાએ લખ્યું હતું કે ‘મને ખબર છે કે હું છેલ્લા કેટલાક સમયથી ગાયબ હતી, પણ અમે આ જ કામમાં વ્યસ્ત હતા. મારા જીવનનું આ અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ કામ છે. અમે આને લઈને ખૂબ ઉત્સાહિત છીએ અને એ જ કારણ છે કે હું પણ ખૂબ જ ઉત્સાહિત છું. ચાલો, હવે શરૂઆત કરીએ.’