કેવો હસબન્ડ જોઈએ છે રશ્મિકા મંદાનાને?

28 February, 2024 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૅનની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં રશ્મિકાએ પોસ્ટ કરી હતી કે આ એકદમ સાચી વાત છે.

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાનાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફૅનની પોસ્ટ શૅર કરીને તેને કેવો પતિ જોઈએ છે એ વિશે સહમતી દેખાડી છે. રશ્મિકાનું નામ વિજય દેવરાકોન્ડા સાથે ઘણા સમયથી ચર્ચામાં છે. વિજયને VD તરીકે પણ ઓળખવામાં આવે છે. રશ્મિકાના એક ચાહકે એક્સ પર પોસ્ટ કરી હતી કે ‘રશ્મિકા મંદાનાના પતિ બનવા માટે કેવી ક્વૉલિટી હોવી જોઈએ. તે ઇન્ડિયાની નૅશનલ ક્રશ છે તો તેનો પતિ પણ સ્પેશ્યલ હોવો જોઈએ. તેનો પતિ VD જેવો હોવો જોઈએ. મારો મતલબ છે કે વેરી ડેરિંગ. તે તેને પ્રોટેક્ટ કરી શકે એવો સક્ષમ હોવો જોઈએ. આપણે રશ્મિકાને ક્વીન કહીએ છીએ તો તેનો પતિ પણ કિંગ હોવો જોઈએ.’ ફૅનની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં રશ્મિકાએ પોસ્ટ કરી હતી કે આ એકદમ સાચી વાત છે.

rashmika mandanna entertainment news bollywood buzz bollywood news bollywood