બાજીરાવના પાત્ર માટે તૈયાર થતાં ત્રણ કલાક લાગે છે રણવીરને

25 November, 2014 05:02 AM IST  | 

બાજીરાવના પાત્ર માટે તૈયાર થતાં ત્રણ કલાક લાગે છે રણવીરને


વળી ફિલ્મમાં પોતાના લુકને લઈને પણ તે ઘણો ઉત્સાહી છે. એમ છતાં વાત એમ છે કે રોજ ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં રણવીરને પોતાના મેક-અપ, કૉસ્ચ્યુમ અને પ્રોસ્થેટિક્સ સાથે તૈયાર થતાં ત્રણ કલાક લાગે છે. અત્યાર સુધીની રણવીરની ફિલ્મોમાં તૈયાર થવાનો આ સૌથી લાંબો સમય છે, કારણ કે ‘ગુન્ડે’માં માત્ર તેના વાળને કારણે તેને તૈયાર થવામાં ચાળીસ મિનિટ લાગતી હતી, જ્યારે અન્ય ફિલ્મો માટે તે માત્ર વીસ મિનિટમાં તૈયાર થઈ જતો હતો.

બાજીરાવ મસ્તાની’માં પોતાના લુકને કારણે રણવીર ઘણો ખુશ છે, કારણ કે જે પ્રમાણે તેને તૈયાર કરવામાં આવે છે એ જોતાં જ તે પોતે પેશવાઓના સમયમાં પહોંચી ગયો હોય એવો તેને આભાસ થાય છે. બાજીરાવના પાત્ર સાથે ન્યાય થાય એ માટે રણવીરની બૉડી-લૅન્ગ્વેજ અને અવાજમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.