એક વર્ષમાં બૉક્સ-ઑફિસ પર ૮૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો રણવીર સિંહે

18 June, 2019 10:00 AM IST  |  મુંબઈ

એક વર્ષમાં બૉક્સ-ઑફિસ પર ૮૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો રણવીર સિંહે

રણવીર સિંહ

રણવીર સિંહની ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર એક વર્ષમાં ૮૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. રણવીરની ત્રણ ફિલ્મો જેવી કે સંજય લીલા ભણસાલીની ‘પદ્‍માવત’, રોહિત શેટ્ટીની ‘સિમ્બા’ અને ઝોયા અખ્તરની ‘ગલી બૉય’એ મળીને બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી છે. લોકો પણ તેની લોકપ્રિયતાના કાયલ બન્યા છે અને તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. આ ત્રણેય ફિલ્મોને મળેલા બિઝનેસ પર પોતાની ફિલ્મનાે ડાયલૉગ બોલતાં રણવીરે કહ્યું હતું કે ‘મારી ‘સિમ્બા’નો એક ડાયલૉગ છે કે હું પૈસાનો નહીં, પરંતુ પ્રેમનો ભૂખ્યો છું. હું આ ફિલ્મોના પ્રોડ્યુસરો માટે ખુશ છું કે તેમને આ ફિલ્મો દ્વારા સારોએવો પ્રૉફિટ મળ્યો. સાથે જ તેમણે મારામાં વિશ્વાસ રાખીને મને સપોર્ટ કર્યો. આ બધા મને ફિલ્મોમાં લઈને ચાન્સ લઈ રહ્યા છે. હું સાથે જ એ વાતથી પણ ખુશ છું કે મારા તરફથી નાનકડું યોગદાન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આપી રહ્યો છું. મને ફિલ્મો અને અમારી આ ઇન્ડસ્ટ્રી પસંદ છે. હું ઇન્ડસ્ટ્રીનો લીડર બનવાનું પસંદ કરીશ. હું ઇન્ડસ્ટ્રીનો ચૅમ્પિયન બનવા માગું છું.

આ પણ વાંચોઃ રણવીર અને ગાવસ્કરે કૉમેન્ટ્રી બૉક્સમાં કર્યો ડાન્સ, જુઓ વીડિયો

હું ચાહું છું કે હિન્દી સિનેમા, હિન્દી ફિલ્મોનો બિઝનેસ ખૂબ વિકાસ પામે અને એ વિશાળ બને. હું ઇન્ડસ્ટ્રીમાં યોગદાન આપવા માગું છું, કારણ કે આ મારી પણ ઇન્ડસ્ટ્રી છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને મારું પેટ પાળું છું. હું પણ મારી ફૅમિલીને સંભાળું છું. આ મારી રોજીરોટી છે અને મારા જેટલા પણ મિત્રો છે તેઓ પણ આ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. મારી ઇચ્છા છે કે તેઓ પણ પ્રગતિ કરે.’

bollywood entertaintment padmavati ranveer singh