11 August, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઈરલ તસવીર
રણવીર સિંહ એવો ઍક્ટર છે જે હંમેશાં મીડિયા અને ફોટોગ્રાફર્સ સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરે છે. જોકે હાલમાં રણવીર સિંહનો એક વિડિયો વાઇરલ બન્યો છે જેમાં તે પોતાના લુકને ફોટોગ્રાફર્સથી છુપાવવા માટે ચહેરા પર માસ્ક પહેરીને કાળા રંગની હુડીથી માથું ઢાંકેલો જોવા મળ્યો. રણવીરના આ કીમિયાને કારણે તેનો આખો ચહેરો ઢંકાઈ ગયો હતો. આ સ્થિતિમાં પણ જ્યારે ફોટોગ્રાફર્સે તેને ક્લિક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રણવીર સિંહના બૉડીગાર્ડે આવીને તેમને રોક્યા હતા.
ચર્ચા છે કે રણવીર સિંહ પોતાનો લુક ફૅન્સ અને ફોટોગ્રાફર્સથી છુપાવી રાખવા માગે છે અને એટલે તેણે આ ગજબનો કીમિયો અજમાવ્યો છે. રણવીરના ‘ધુરંધર’ના લુકમાં વાળ અને દાઢી લાંબાં છે, પરંતુ નવો લુક હજી જાહેર કરવામાં નથી આવ્યો. રણવીરની આ ફિલ્મ પાંચ ડિસેમ્બરે રિલીઝ થશે.