વર્લ્ડ કપની રિયલ ટ્રોફી હાથમાં આવતાં ભાવુક થયો હતો રણવીર સિંહ

14 October, 2019 10:41 AM IST  |  મુંબઈ

વર્લ્ડ કપની રિયલ ટ્રોફી હાથમાં આવતાં ભાવુક થયો હતો રણવીર સિંહ

રણવીર સિંહ

ભારતને વર્લ્ડ કપ ક્રિકેટમાં મળેલી ઐતિહાસિક જીત પર આધારિત ‘83’ના શૂટિંગ વખતે અસલી ટ્રોફી હાથમાં આવતાં રણવીર સિંહ ઇમોશનલ થયો હતો. આ વાતની માહિતી ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને આપી હતી. આ ફિલ્મ દ્વારા ભારતના ઇતિહાસની એ સ્ટોરી કહેવામાં આવશે, જ્યારે ભારતે ૧૯૮૩માં પહેલી વાર વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવનું પાત્ર રણવીર ભજવી રહ્યો છે. તેમની વાઇફ રોમી દેવની ભૂમિકામાં દીપિકા પાદુકો‌ણ જોવા મળશે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. ફાઇનલ સીક્વન્સના શૂટિંગનો અનુભવ જણાવતાં કબીર ખાને કહ્યું હતું કે ‘અમે લંડનના લૉર્ડ્સ સ્ટેડિયમમાં પાંચ દિવસનું શૂટિંગ કર્યું હતું. અમે માત્ર સદસ્યોને જ પ્રવેશની મંજૂરી હોય એ લાંબી રૂમમાં પહોંચ્યા હતા. ત્યાં કોઈ પણ કૅમેરા લગાવવામાં નહોતા આવ્યા. ત્યાર બાદ અમે એ બાલ્કનીમાં પહોંચ્યા હતા જ્યાં કપિલ સરને વર્લ્ડ કપની ટ્રોફી આપવામાં આવી હતી. અમને અંદાજ પણ નહોતો તેઓ રણવીર માટે વર્લ્ડ કપની રિયલ ટ્રોફી લઈ આવ્યા હતા. એ ખૂબ જ ખુશીની ક્ષણ હતી. એ દરમ્યાન રણવીર ખૂબ ભાવુક બની ગયો હતો.’

ranveer singh world cup kapil dev