દીપિકા પાદુકોણના વઢવાથી રણવીર થયો લેફ્ટ, આયુષ્માન સાથે હતો લાઇવ ચેટમાં

06 June, 2020 04:22 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

દીપિકા પાદુકોણના વઢવાથી રણવીર થયો લેફ્ટ, આયુષ્માન સાથે હતો લાઇવ ચેટમાં

રણવીર સિંહ, આયુષ્માન ખુરાના

બોલીવુડ એક્ટર્સ હાલ ઘરોમાં છે અને એકબીજાને મળી શકતાં નથી, એવામાં બધાં સેલેબ્સ એકબીજા સાથે વીડિયો ચૅટથી મળી રહ્યા છે. આવું જ કંઇક આયુષ્માન ખુરાના અને રણવીર સિંહ કરતા હતા, બન્ને ઇન્સ્ટાગ્રામ પર ચૅટ કરી રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે રણવીર ઉંઘમાંથી ઉઠ્યો જ હતો અને બન્ને વીડિયોમાં લૉકડાઉનમાં વધેલા પોતાના મોટાં વાળ ફ્લૉન્ટ કરે છે. આ ચૅટ હાલ બન્નેની વાતચીતને કારણે નહીં પણ રણવીર સિંહના એકાએક ચૅટ બંધ કરી દેવાના કારણે ચર્ચામાં છે.

હવે આયુષ્માન ખુરાના અને રણવીર સિંહ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચૅટ કરતા હતા, ત્યારે રણવીર એકાએક ચૅટ બંધ કરી દે છે અને તે આવું એટલા માટે કરે છે કારણકે તેની પત્ની અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણને કારણે કરે છે. હકીકતે, આ ચૅટ દરમિયાન બન્ને એક્ટર્સ જોર જોરથી અવાજ કરીને વાતો કરે છે અને તેમના પછી એકદમ રણવીર ચૅટ છોડી દે છે. રણવીરનો કૅમેરો બંધ થયા પછી આયુષ્માન ખુરાના કહે છે, "ઓકે બાય બાય બાય. ભાભી વઢી રહી છે, કહી રહી છે કે હું ઝૂમ કૉલ કરી રહી છું, અવાજ નહીં કર."

વીડિયોમાં દેખાય છે કે રણવીર સિંહ લાઇવ સેશનમાંથી વચ્ચે જ વાતચીતમાં તે ચાલ્યો જાય છે અને આયુષ્માનનો આખો રિપ્લાય પણ નથી સાંભળતો. આ બન્ને રણવીર સિંહ ઘરે જ છે અને ઘણાં બધાં લાઇવ ચૅટ કરે છે. આ પહેલા સુનીલ છેત્રી સાથે વાત કરી હતી અને તે દમિયાન કેટલાય મુદ્દાઓ પર વાત કરી હતી. આયુષ્માન સાથે લાઇવ ચૅટમાં દીપિકા પાદુકોણ ગુસ્સે થઈ જાય છે, જ્યારે આ પહેલા સુનીલ છેત્રી સાથે રણવીર સિંહ ગુસ્સે થતો દેખાયો હતો.

તેણે ટેનિસમાં વારંવાર દીપિકા સામે હારી જવાને લઈને કહ્યું હતું કે બેબી, તુમ મુજે એક્સપૉઝ કરી રહી હૈ અને ગુસ્સામાં જોવા મળ્યો હતો. કેના પછી રણવીર સિંહ પોતાની ટેનિસ સ્ટોરી સુનીલને કહેતો હતો. ઉલ્લખનીય છે કે રણવીર અને દીપિકા અપકમિંગ ફિલ્મ 83માં એકસાથે દેખાવાના છે અને બન્ને ફિલ્મમાં પણ પતિ-પત્નીનું જ પાત્ર ભજવશે.

bollywood bollywood news bollywood gossips ranveer singh ayushmann khurrana