રણવીર બના ડૉન

10 August, 2023 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરહાન અખ્તરના ડૉન તરીકે રણવીર સિંહ ફાઇનલ થઈ ગયો છે. આ ફિલ્મની જાહેરાત મંગળવારે થઈ હતી અને ગઈ કાલે ડૉન તરીકે રણવીરની જાહેરાત કરવામાં આવી હતી.

રણવીર સિંહ

ફરહાન અખ્તરના ડૉન તરીકે રણવીર સિંહ ફાઇનલ થઈ ગયો છે. આ ફિલ્મની જાહેરાત મંગળવારે થઈ હતી અને ગઈ કાલે ડૉન તરીકે રણવીરની જાહેરાત કરવામાં આવી હતી. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા એક ઇન્ટ્રોડક્શન વિડિયો શૅર કરવામાં આવ્યો છે. આ વિડિયોના અંતમાં રણવીરનો ચહેરો દેખાડવામાં આવે છે. આ વિડિયોમાં કહેવામાં આવે છે કે ‘શેર જો સો રહા હૈ વો જાગે કા કબ, પૂછતે હૈં સબ. ઉનસે કહ દો ફિર જાગ ઉઠા હૂં મૈં ઓર ફિર સામને જલ્દ આને કો ક્યા હૈ તાકત મેરી ક્યા હૈ હિમ્મત મેરી ફિર દિખાને કો, મૌત સે ખેલના ઝિંદગી હૈ મેરી, જીતના હી મેરા કામ હૈ. તુમ તો હો જાનતે, જો મેરા નામ હૈ. ગ્યારહ મુલ્કોં કી પુલીસ ઢૂંઢતી હૈ મુઝે, પર પકડ પાયા હૈ મુઝકો કૌન?  મૈં હૂં ડૉન.’
અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન બાદ હવે રણવીર ડૉન બનવા જઈ રહ્યો છે. આ ફિલ્મને ફરહાન અખ્તર ડિરેક્ટ કરશે અને રણવીર સિંહ માટે આ ખૂબ જ મોટી જવાબદારી છે. આ ફિલ્મને ૨૦૨૫માં રિલીઝ કરવામાં આવશે.

રણવીર સિંહને ડૉન તરીકે જાહેર કરવામાં આવતાં સોશ્યલ મીડિયા પર ચાહકો નારાજ થયા છે. તેમનું કહેવું છે કે આટલાં વર્ષો સુધી તેઓ રણવીર માટે નહીં, શાહરુખ ખાન માટે રાહ જોઈ રહ્યા હતા.

આર્યન ખાનની ‘સ્ટારડમ’નું શૂટિંગ કર્યું કરણ અને રણવીરે

આર્યન ખાનની વેબ સિરીઝમાં કરણ જોહર અને રણવીર સિંહ કૅમિયો કરશે એવી ચર્ચા છે. શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન વેબ સિરીઝ ‘સ્ટારડમ’ દ્વારા બૉલીવુડમાં તેની એન્ટ્રી કરી રહ્યો છે. આ શોની સ્ક્રિપ્ટ લખવાની સાથે તે એને ડિરેક્ટ પણ કરી રહ્યો છે. રણવીર અને કરણની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ હાલમાં જ રિલીઝ થઈ છે અને તેમણે ફરી કામ પણ શરૂ કરી દીધું છે. શાહરુખની ડૉનના પાત્રમાં હવે રણવીર જોવા મળવાનો છે. ત્યારે હવે તેના દીકરાના વેબ-શોમાં તે સ્પેશ્યલ અપિરન્સમાં જોવા મળવાનો છે. ‘સ્ટારડમ’માં તે અને કરણ જોહર બન્ને મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. તેમણે સોમવારે આ માટેનું શૂટિંગ પણ પૂરું કર્યું હતું. આ એક પાર્ટી સીન છે. તેમણે ગોરેગામમાં આવેલી ઇમ્પીરિયલ પૅલેસ હોટેલમાં ગ્રૅન્ડ પાર્ટી સીક્વન્સનું શૂટિંગ કર્યું હતું. તેઓ બપોરે બે વાગ્યે સેટ પર હાજર થઈ ગયા હતા અને તેમણે રાતે દસ વાગ્યા સુધી શૂટિંગ કર્યું હતું. આ શોનું શૂટિંગ આર્યને જૂનમાં શરૂ કર્યું હતું અને નવેમ્બર સુધીમાં એ પૂરું કરવાનું પ્લાનિંગ છે. છ એપિસોડની આ સીઝનમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ફિક્શન સ્ટોરી દેખાડવામાં આવી છે. આ શોમાં રણબીર કપૂર પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે એવી ચર્ચા છે.

ranveer singh aryan khan bollywood news bollywood gossips bollywood entertainment news