'83 સાથે, રણવીર સિંહ પોતાની પહેલી ત્રિભાષી ફિલ્મ માટે છે તૈયાર!'

22 January, 2019 05:28 PM IST  | 

'83 સાથે, રણવીર સિંહ પોતાની પહેલી ત્રિભાષી ફિલ્મ માટે છે તૈયાર!'

83માં રણવીર સિંહ

રણવીર સિંહ અભિનીત ફિલ્મ 83ના પ્રોડ્યુસર ફિલ્મને ત્રણ જુદી જુદી ભાષામાં રિલીઝ કરવા માટે તૈયાર છે. ફિલ્મને હિંદી, તામિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. 83 રણવીર સિંહ અને દિગ્દર્શક કબીર ખાન બન્નેની પહેલી ત્રિભાષી રિલીઝ છે.

ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકા ભજવતો અભિનેતા રણવીર સિંહ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. આ મોસ્ટ અવેટેડ રમત-ગમત ડ્રામા ફિલ્મમાં ભારતીય ક્રિકેટના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓમાંની એક દર્શકો સામે રજૂ કરવામાં આવશે.

પ્રોડ્યુસરોએ ફિલ્મને હિંદી, તામિલ અને તેલુગુ આ ત્રણ ભાષાઓમાં પ્રસ્તુત કરવાનો નિર્ણય લીધો છે. આ કબીર ખાન (દિગ્દર્શક) અને રણવીર (અભિનેતા) બન્નેની પહેલી ત્રિભાષી ફિલ્મ હશે.

વર્ષ 1983માં વિશ્વ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીત એક એવી જીત છે જેની સ્ટોરી આખા દેશમાં પ્રસ્તુત થવી જોઈએ. આ જ કારણ છે કે આ ફિલ્મ એક સાથે તામિલ અને તેલુગુમાં પણ શૂટ કરાઈ રહી છે. ફિલ્મને 10 એપ્રિલ 2020ના દિવસે ગુડ ફ્રાઈડેના અઠવાડિયાના અંત દરમિયાન પેન ઈન્ડિયામાં રિલીઝ કરવામાં આવશે.

83 વિશ્વકપ જીતનાર ટીમમાં કપિલ દેવ, મોહિંદર અમરનાથ, સુનીલ ગાવસ્કર, કીર્તિ આઝાદ, યશપાલ શર્મા, કૃષ્ણામાચારી શ્રીકાંત, રોજર બિન્ની, બલવિંદર સિંહ સંધૂ, સંદીપ પાટિલ, સૈયદ કિરમાની, મદન લાલ, રવિ શાસ્ત્રી, દિલીપ વેંગસરકર, સુનીલ વાલસન અને તેમના વ્યવસ્થાપક PR માન સિંહ સામેલ હતા.

આ પણ વાંચો : બોક્સ ઑફિસ પર ઉરીની તોફાની કમાણી, વર્ષની પહેલી 100 કરોડ ક્લબમાં સામેલ થનારી ફિલ્મ બની

1983માં ઈંગ્લેન્ડમાં રમાયેલા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની શાનદાર જીત પર આધારિત, આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનું પાત્ર ભજવતો દેખાશે, જેની કેપ્ટનશીપમાં ભારતે પોતાની પહેલી વિશ્વ કપ ટ્રોફી પર જીતી હતી.

bollywood bollywood events ranveer singh kapil dev