ફિલ્મની સક્સેસ કરતાં ઍક્ટિંગની પ્રોસેસને રણવીર વધુ એન્જૉય કરે છે : કબીર

22 October, 2019 11:52 AM IST  |  મુંબઈ

ફિલ્મની સક્સેસ કરતાં ઍક્ટિંગની પ્રોસેસને રણવીર વધુ એન્જૉય કરે છે : કબીર

કબીર ખાન અને રણવીર સિંહ

‘83’નાં ડિરેક્ટર કબીર ખાનનું માનવુ છે કે રણવીર સિંહ ઍક્ટિંગની પ્રોસેસને વધારે એન્જૉય કરે છે અને પરિણામ પર વધુ ધ્યાન નથી આપતો. ૧૯૮૩માં ભારતીય ક્રિકેટ ટીમને મળેલા વર્લ્ડ કપ અને એ ઐતિહાસિક જીત પર આ ફિલ્મ આધારિત છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવનું પાત્ર રણવીર ભજવી રહ્યો છે. તો તેમની પત્ની રોમી દેવની ભૂમિકામાં દીપિકા પાદુકો‌ણ જોવા મળશે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. કબીર ખાનને પૂછવામાં આવ્યુ હતું કે શું રણવીરને કપિલ દેવના પાત્રમાં ઢાળવામાં કોઈ મુશ્કેલી સર્જાઇ હતી? એનો જવાબ આપતા કબીર ખાને કહ્યું હતું કે ‘મને લાગે છે કે તમારી જાતને છુપાવીને તમારા કૅરૅક્ટરમાં ઢળી જવું એને જ ઍક્ટિંગ કહેવામાં આવે છે. આ ફિલ્મ માટે રણવીરે સખત મહેનત કરી છે. તેણે લાંબા સમય સુધી ટ્રેઇનિંગ લીધી હતી. કપિલ દેવ જેવા દેખાવવાની સાથે તેણે તેમની જેમ જ બૉલિંગની ટૅક્નિક અપનાવવાની હતી. તેણે ખરેખર આદર્શ ઍક્ટિંગ કરી છે. અમે દિલ્હીમાં કપિલ દેવ સાથે થોડા દિવસ તેમનાં ઘરે રોકાયા હતાં કારણ કે અમારે તેમની રીત-ભાત પર વધુ ધ્યાન આપવાનું હતું. તેઓ આજે પણ ફિટ છે અને ગોલ્ફ રમે છે. આ ફિલ્મ પર કામ કરતી વખતે અમારા માટે એ ખરેખર સારો અનુભવ રહ્યો હતો. મને લાગે છે કે રણવીર એક એવો ઍક્ટર છે જે પરિણામ પર નહીં, પરંતુ ઍક્ટિંગની પ્રોસેસને વધારે એન્જૉય કરે છે.’

આ ફિલ્મ ૨૦૨૦ની ૧૦ એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મ વિશે વધુ માહિતી આપતા કબીર ખાને કહ્યું હતું કે ‘ફિલ્મ ‘83’ મારા માટે સ્પેશ્યલ છે. એટલા માટે નહીં કે મેં બનાવી છે. મારા મતે સ્ટોરી સ્પેશ્યલ છે. મને લાગે છે કે ૧૯૪૭માં મળેલી આઝાદી બાદ ઇન્ટરનૅશનલ મંચ પર ૧૯૮૩માં મળેલો ક્રિકેટ વર્લ્ડ કપ આપણા દેશ માટે મોટી સિદ્ધિ છે. ત્યાર બાદથી આપણાં દેશનાં લોકોમાં આત્મ વિશ્વાસ વધી ગયો હતો કે આપણે વિશ્વ સ્તરે કંઇક કરી શકીએ છીએ. આખાય વિશ્વમાં આપણી ક્રિકેટ ટીમને ઓછી આંકવામાં આવતી હતી. ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે ઇંગ્લૅન્ડ પહોંચી હતી ત્યારે સ્થાનિક ન્યૂઝ પેપર્સમાં છાપવામાં આવ્યુ હતું કે આ ટીમને તો વર્લ્ડ કપ માટે આમંત્રિત કરવાની જરૂર નહોતી.

આ પણ વાંચો : ઇલિયાનાની આ તસવીરે ચાહકોને કર્યા ઘેલા, જુઓ શું છે ખાસ...

તેમનું કહેવુ હતું કે ભારતની ટીમ ખૂબ ખરાબ છે જે વર્લ્ડ કપનાં સ્તર પર માઠી અસર પાડશે. કપિલ દેવ જ્યારે ટીમના કૅપ્ટન હતા ત્યારે તેમની ઉંમર માત્ર ચોવીસ વર્ષની હતી. એ વખતે તેમણે યંગ ખેલાડીઓને કેવી રીતે માર્ગદર્શન આપ્યુ હતું અને આ ટ્રોફી જીતી હતી એ આખીય સ્ટોરી ખૂબ જ સુંદર અને પ્રશંસનીય છે.’

kabir khan ranveer singh bollywood news