જોરદાર જોડી

27 December, 2020 04:59 PM IST  |  Mumbai | Mumbai correspondent

જોરદાર જોડી

જોરદાર જોડી

રણવીર સિંહે તેલુગુ સુપરસ્ટાર મહેશબાબુની ભારોભાર પ્રશંસા કરી છે. આ બન્ને હાલમાં જ એક ઍડ-શૂટ માટે સાથે આવ્યા હતા. મહેશબાબુ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણવીરે કૅપ્શન આપી હતી, ‘મહેશબાબુ જેવા જેન્ટલમૅન સાથે કામ કરવાની મને તક મળી એ મારા માટે ગૌરવની બાબત છે. એકબીજા સાથેનો મેળ હંમેશાં આકર્ષક રહ્યો છે. મારા મોટા ભાઈ સમાન મહેશબાબુ પ્રત્યે મને પ્રેમ અને સન્માન છે.’
બીજી તરફ આ ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને મહેશબાબુએ કૅપ્શન આપી હતી, ‘ભાઈ રણવીર સિંહ, તારી સાથે કામ કરવાનો અનુભવ ખૂબ ગ્રેટ રહ્યો છે. એકબીજા પ્રત્યે સમાન લાગણી છે.’

bollywood bollywood news bollywood gossips ranveer singh mahesh babu