દીપિકા ને રણવીર ઇટલીમાં નહીં, મુંબઈમાં લગ્ન કરશે?

24 October, 2018 04:24 AM IST  | 

દીપિકા ને રણવીર ઇટલીમાં નહીં, મુંબઈમાં લગ્ન કરશે?

તેમનાં લગ્નની તારીખ ૧૪ અને ૧૫ નવેમ્બર રાખવામાં આવી છે. તેઓ ઇટલીમાં લગ્ન કરવાનાં છે એવી વાતો ચાલી રહી હતી, પરંતુ હવે તેઓ વાકોલામાં લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે. તેમના ફૅમિલીના તમામ મેમ્બર દ્વારા ઇટલી સુધી ટ્રાવેલ કરવું શક્ય ન હોવાથી તેમણે મુંબઈ પસંદ કર્યું હોવાની ચર્ચા છે. સંગીત, મેંદી, લગ્ન અને રિસેપ્શન વાકોલાની એક હોટેલમાં કરવામાં આવશે એવી ચર્ચા છે. સોનમ કપૂર આહુજા અને આનંદનાં લગ્નમાં તેમણે જે વેડિંગ-પ્લાનરને પસંદ કર્યો હતો એ જ વેડિંગ-પ્લાનરને રણવીર-દીપિકાએ પસંદ કર્યો હોવાની ચર્ચા છે. રણવીર અને દીપિકાએ હિન્દીમાં પણ તેમનાં લગ્નની જાહેરાત કરી હતી અને એમાં ભૂલ હોવાથી તેમને ટ્રોલ પણ કરવામાં આવ્યાં હતાં.

પહેલી ડિસેમ્બરે રાખશે રિસેપ્શન?


દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમનાં લગ્નનું રિસેપ્શન પહેલી ડિસેમ્બરે રાખ્યું હોવાની ચર્ચા છે. તેઓ ૧૪ અને ૧૫ નવેમ્બરે ૩૦ ફ્રેન્ડ્સ અને ફૅમિલીની હાજરીમાં લગ્ન કરશે. બૉલીવુડના ફ્રેન્ડ્સ માટે તેમણે પહેલી ડિસેમ્બરે સાંતાક્રુઝમાં આવેલી એક હોટેલમાં રિસેપ્શન રાખ્યું હોવાની ચર્ચા છે.