એનિવર્સરી પર આવી રીતે ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા રણવીર અને દીપિકા,જુઓ તસવીર

15 November, 2019 01:04 PM IST  |  Mumbai

એનિવર્સરી પર આવી રીતે ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા રણવીર અને દીપિકા,જુઓ તસવીર

દીપિકા અને રણવીર

બોલીવુડના સૌથી લવિંગ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 14 નવેમ્બરે પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠ મનાવી. સામાન્ય રીતે સેલેબ્સ પોતાના લગ્નની વર્ષગાંઠ ધૂમધામથી મનાવે છે, પરંતુ દીપિકા અને રણવીરે આ ખાસ દિવસને સાદગી સાથે મનાવવાનું નક્કી કર્યું. તેમણે દિવસની શરૂઆત તિરૂપતિ બાલાજીના દર્શન સાથે કરી. અહીં તેમણે પૂજા અર્ચના સાથે સુખી વૈવાહિક જીવનની કામના કરી. જે બાદ બંને અમૃતસર પહોંચ્યા. જ્યાં સુવર્ણ મંદિર પણ ગયા.

બંને જગ્યાએથી રણવીર અને દીપિકાની તસવીરો વાયરલ થઈ રહી છે. મોટાભાગની તસવીરોમાં તેઓ એકબીજામાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં ખાસ વાત એક છે કે બંને જગ્યાએ તેમણે અલગ અલગ આઉટફિટ્સ પહેર્યા છે. બાલાજીના દર્શન દરમિયાન દીપિકાએ લાલ રંગની સાડી પહેરી હતી અને રણવીરે ક્રીમ કલરની શેરવાની પહેરી હતી અને તેના પર લાલ રંગની શાલ ઓઢી હતી. તો સુવર્ણ મંદિરમાં દર્શન કરતા સમયે દીપિકાએ મરૂન કલરનું સૂટ પહેર્યું હતું અને રણવીરે બ્રાઉન કલરનો ફૂલોની પ્રિન્ટ વાળો કુર્તો.


તમને જણાવી દઈએ કે દીપિકા અને રણવીરે એકબીજાને છ વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. રણવીર અને દીપિકાની પ્રેમ કહાની રામલીલા ફિલ્મથી શરૂ થઈ હતી. એક વર્ષ પહેલા ઈટલીમાં બંનેએ ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા. જેના ફોટોસ ખૂબ જ વાયરલ થયા હતા.

deepika padukone ranveer singh