આદિરા પોતે સ્પેશ્યલ નથી એવો અહેસાસ તેને કરાવવા માગે છે રાની મુખરજી

02 April, 2023 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાની મુખરજીનું કહેવું છે કે તે તેની દીકરી આદિરાને સ્પેશ્યલ હોવાનો અહેસાસ નથી કરાવવા માગતી

રાની મુખરજી

રાની મુખરજીનું કહેવું છે કે તે તેની દીકરી આદિરાને સ્પેશ્યલ હોવાનો અહેસાસ નથી કરાવવા માગતી. અન્ય બાળકોની જેમ તેનો પણ સામાન્ય રીતે ઉછેર થાય એવું તેનું માનવું છે. રાનીના હસબન્ડ આદિત્ય ચોપડાને લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી. રાનીને પૂછવામાં આવ્યું હતું કે પોતાની દીકરીને મીડિયાની નજરથી દૂર રાખવા માટે કયા સુપર પાવરનો તેણે ઉપયોગ કર્યો છે. એનો જવાબ આપતાં રાનીએ કહ્યું કે ‘કોઈ સુપર પાવર નથી. મેં માત્ર પ્રેમથી તેમને કહ્યું કે પ્લીઝ બેબીના ફોટો ​ક્લિક ન કરો અને તેઓ નથી ​ક્લિક કરતા. તેઓ ખૂબ સ્વીટ છે. શરૂઆતથી જ તેઓ એ વાતનું પાલન કરતા આવ્યા છે, કારણ કે તેઓ જાણે છે કે આદિત્ય અને હું પ્રાઇવેટ પર્સન છીએ. મારા માટે એ ખૂબ અગત્યનું છે કે આદિરા સાથે સ્કૂલમાં સામાન્ય બાળકોની જેમ વર્તન કરવામાં આવે. બાળક જ્યારે ફેમસ પેરન્ટ્સનું હોય તો તેના પર સામાન્ય બાળકો કરતાં વધુ ધ્યાન આપવામાં આવે છે. મારા માટે એ વસ્તુ ખૂબ અગત્યની હતી કે આદિરાને અહેસાસ અપાવવામાં આવે કે તે સ્પેશ્યલ નથી. તેને પોતાના કામથી પોતાની જાતને સ્પેશ્યલ બનાવવાની રહેશે.’

entertainment news bollywood news rani mukerji