રાની મુખરજીની અનોખી ડિમાન્ડ

20 September, 2012 06:26 AM IST  | 

રાની મુખરજીની અનોખી ડિમાન્ડ




રાની મુખરજીએ હાલમાં સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સાથેની તેની આગામી ફિલ્મ ‘ઐયા’ના પ્રમોશનની શરૂઆત કરી છે. આ પ્રમોશનના ભાગરૂપે રાની અલગ-અલગ રિયલિટી શોમાં દેખાવાની છે.  આ આયોજન અંતર્ગત રાની ઝી ટીવીના ડાન્સ રિયલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ - ડાન્સ કે સુપરકિડ્સ’ના ફિનાલેમાં હાજરી આપવાની છે. આ શોમાં મિથુન ચક્રવર્તી જજની જવાબદારી નિભાવી રહ્યા છે. આ શોના ફિનાલેમાં મિથુનનું કોઈ કામ ન હોવાથી તેઓ રાનીની હાજરીવાળા આ ખાસ એપિસોડમાં હાજરી નહોતા આપવાના. રાનીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે માત્ર પોતાના માટે મિથુનને ખાસ આ એપિસોડમાં હાજર રાખવાનો આગ્રહ કર્યો હતો.

આ મુદ્દે વાત કરતાં શો સાથે સંંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું, ‘રાની આ શોમાં ‘ઐયા’નું પોતાનું આઇટમ સૉન્ગ ‘સવા ડૉલર’ પફોર્ર્મ કરવા આતુર હતી. તેને જ્યારે ખબર પડી કે આ એપિસોડમાં મિથુનદા હાજર નથી રહેવાના ત્યારે તે હતાશ થઈ ગઈ હતી. હકીકતમાં મિથુન અને મુખરજીપરિવાર વર્ષોથી મિત્રતા ધરાવે છે. રાનીએ મેકર્સ માટે માત્ર તેને માટે શોમાં મિથુનદાને હાજર રાખવાનો આગ્રહ કર્યો અને સેટ પર પફોર્ર્મ કરતાં પહેલાં તેમની સામે સ્પેશ્યલ લાવણી ડાન્સ કર્યો હતો. રાનીના આગ્રહને માન આપીને મિથુનદા પણ સેટ પર હાજર રહ્યા હતા.’