રણદીપ હૂડાએ ફેરનેસ ક્રીમને પ્રમોટ કરવાની તોતિંગ ઑફર નકારી

08 November, 2014 06:35 AM IST  | 

રણદીપ હૂડાએ ફેરનેસ ક્રીમને પ્રમોટ કરવાની તોતિંગ ઑફર નકારી

પણ રણબીર કપૂર અને કંગના રનોટ એમાં અપવાદ હતાં. આ બન્ને ઍક્ટરો સાથે હવે રણદીપ હૂડાનું નામ જોડાઈ ગયું છે. હાલમાં એક ફેરનેસ ક્રીમને પ્રમોટ કરવા મળેલી તોતિંગ ઑફરને રણદીપે નકારી દીધી હતી. રણદીપના જ શબ્દોમાં કહીએ તો ‘જે સ્કિન આપણને મળી છે એ વારસાગત છે. ભારત જેવા દેશમાં લોકોને પોતાનો સ્કિન-ટોન ચેન્જ કરવાની કંઈક વધુપડતી ઘેલછા છે. મારા મતાનુસાર પુરુષ ટૉલ, ડાર્ક અને હૅન્ડસમ હોવો જોઈએ; નહીં કે ટૉલ, ફેર અને હૅન્ડસમ. મને જે અમાઉન્ટ ઑફર કરવામાં આવી હતી એ સારી હતી, પણ આ ઑફર મને ભેદભાવપૂર્ણ લાગતી હોવાને કારણે મેં એને નકારી દીધી હતી. હું જ્યારે ફૉરેનમાં હતો ત્યારે બધાને મારી ડાર્ક સ્કિન ગમતી હતી જેનો મને ગર્વ છે.’