રણબીરને લાલચ મોંઘી પડી

24 October, 2012 05:40 AM IST  | 

રણબીરને લાલચ મોંઘી પડી



તાજેતરમાં એક ટોચની ચૉકલેટ-બ્રૅન્ડે જ્યારે એન્ડોર્સમેન્ટ માટે રણબીર કપૂરનો સંપર્ક કર્યો ત્યારે કંપનીને બહુ મોટો ઝાટકો લાગ્યો હતો, કારણ કે રણબીરે આ બ્રૅન્ડને એન્ડોર્સ કરવા માટે ૨૦ કરોડ રૂપિયા જેટલી તોતિંગ ફી માગી હતી. રણબીરની આ ડિમાન્ડ સાંભળીને કંપનીને એટલો મોટો આંચકો લાગ્યો હતો કે તેણે રણબીરને સાઇન કરવાનો વિચાર જ માંડી વાળ્યો હતો.

આ વિશે વાત કરતાં બૉલીવુડની એક વ્યક્તિ કહે છે, ‘રણબીરનો આ કંપનીએ એની જાહેરાતમાં કામ કરવા માટે તેમ જ બ્રૅન્ડને એન્ડોર્સ કરવા માટે સંપર્ક કર્યો હતો. જોકે એ માટે તેણે જે ડિમાન્ડ કરી હતી એ વધુપડતી હોવાથી આ ડીલ થઈ નહોતી શકી.’

જોકે રણબીરે એ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની વાતને સાવ ખોટી ગણાવી હતી. આ વિશે વાત કરતાં રણબીરની નજીકનો એક મિત્ર કહે છે, ‘રણબીરને તો રોજ ઢગલાબંધ એન્ડોર્સમેન્ટ ડીલની ઑફર મળતી રહે છે અને તેની અનેક બૅન્ડ્સ સાથે વાટાઘાટ ચાલી રહી છે. જોકે પૈસાના મામલે ક્યારેય કોઈ સમસ્યા નથી થઈ.’