આમિર સાથે ડિનર લીધું રણબીરે

20 June, 2013 06:10 AM IST  | 

આમિર સાથે ડિનર લીધું રણબીરે



આમિર ખાનની પત્ની કિરણ રાવ તરફથી મળેલા આમંત્રણનો અસ્વીકાર કરવો કોઈના પણ માટે શક્ય નથી. મંગળવારે કિરણ રાવે આનંદ ગાંધીની ફિલ્મ ‘શિપ્સ ઑફ થીસીઅસ’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખ્યું હતું અને આ માટે રણબીર કપૂરને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે રણબીર સ્ક્રીનિંગમાં હાજર રહી શક્યો નહોતો. તેથી તેણે પાછળથી આમિર અને કિરણને ડિનર માટે જોડાવાનું નક્કી કર્યું હતું.

કિરણ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવેલી આ ફિલ્મ જોવા માટે રણબીર ઉત્સાહિત હતો. કહેવાય છે કે તેણે કિરણને આ ફિલ્મ રજૂ થશે ત્યારે ખાસ આ ફિલ્મ જોવા જશે એમ જણાવ્યું હતું.

કહેવાય છે કે ડિનર દરમ્યાન તેમણે તાજેતરમાં રિલીઝ થયેલી રણબીરની સુપરહિટ ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ વિશે ચર્ચા કરી હતી.

મમ્મી નીતુ સિંહ માટે રણબીર બન્યો ડ્રાઇવર


રણબીર ખૂબ જ પ્રેમાળ પુત્ર છે. તે તેની મમ્મી નીતુની ખૂબ જ નજીક છે અને તેનું ખૂબ જ ધ્યાન રાખે છે. કહેવાય છે કે તાજેતરમાં નીતુને શહેરના એક ઉપનગરીય પરાના સૅલોંમાં જવું હતું અને તેનો ડ્રાઇવર બહાર ગયો હતો. તેથી તે ત્યાં કઈ રીતે જવું એના વિચારમાં તે હતી ત્યારે પુત્ર રણબીરે મમ્મીની મૂંઝવણ સમજી લીધી હતી.  તે નહોતો ઇચ્છતો કે તેની મમ્મી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. તેથી તે પોતે જ મમ્મીને પાર્લરમાં મૂકી આવ્યો હતો. તેમ જ તેના પાછા આવવાની વ્યવસ્થા પણ ગોઠવી આપી હતી.