14 December, 2023 06:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
રણબીર કપૂર અને સાઈ પલ્લવી માર્ચમાં ‘રામાયણ’નું શૂટિંગ શરૂ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. રણબીરની ‘ઍનિમલ’ હાલમાં જ રિલીઝ થઈ હતી અને એ બૉક્સ-ઑફિસ પર ખૂબ જ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બાદ રણબીર હવે તેની નવી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મ નિતેશ તિવારી સાથેની ‘રામાયણ’ છે. આ ફિલ્મમાં રણબીર રામના પાત્રમાં છે અને સાઈ સીતાના પાત્રમાં. સાઉથનો સ્ટાર યશ આ ફિલ્મમાં રાવણના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મને ૨૦૨૫માં રિલીઝ કરવામાં આવશે. માર્ચમાં રણબીર શૂટિંગ કરશે અને સાઈ અને યશ જુલાઈથી આ શૂટિંગ જૉઇન કરશે. રણબીર, સાઈ અને યશની લુક-ટેસ્ટ પણ ફાઇનલ થઈ ગઈ છે. તેમ જ નવી ટેક્નૉલૉજીથી આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે અને એનું ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવ્યું છે. પહેલા પાર્ટમાં રામ અને સીતાની સાથે હનુમાનની સ્ટોરી દેખાડવામાં આવશે. તેમ જ એ ફિલ્મમાં રાવણનું પાત્ર એક્સટેન્ડેડ કૅમિયો જેવું હશે. બીજા પાર્ટમાં રામ અને રાવણની સ્ટોરીને દેખાડવામાં આવશે. રણબીર આવતા વર્ષની શરૂઆતમાં લૉસ ઍન્જલસની વિઝ્યુઅલ ઇફેક્ટ્સની કંપનીની મુલાકાત માટે જશે. તે ત્યાં આ ફિલ્મની તૈયારી માટે થોડાં અઠવાડિયાં રહેશે અને કેવી રીતે શૂટિંગ કરવું એની તૈયારી કરશે.