26 August, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ તસવીરમાં રણબીર નવા લુકમાં જોવા મળે છે
તાજેતરમાં રણબીર કપૂર અને વિકી કૌશલ મધ્ય પ્રદેશમાં ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ના શેડ્યુલ માટે મધ્ય પ્રદેશ ગયા હતા. હવે આ ફિલ્મના સેટ પરથી એક તસવીર લીક થઈને સામે આવી છે. આ તસવીરમાં રણબીર નવા લુકમાં જોવા મળે છે. ‘લવ ઍન્ડ વૉર’માં અત્યાર સુધી રણબીર માત્ર મૂછવાળા લુકમાં જોવા મળતો હતો પણ આ લીક થયેલી તસવીરમાં તેણે હળવી દાઢી પણ રાખી છે. મધ્ય પ્રદેશનું શેડ્યુલ પૂર્ણ કર્યા બાદ ફિલ્મની ટીમ ઑક્ટોબરમાં આગામી શૂટિંગ માટે ઇટલી જશે એવી ચર્ચા છે.