શશી કપૂરની ક્રિસમસ લંચ પાર્ટીમાં કૅટરિનાએ પણ હાજરી આપી

26 December, 2015 06:01 AM IST  | 

શશી કપૂરની ક્રિસમસ લંચ પાર્ટીમાં કૅટરિનાએ પણ હાજરી આપી




આ પાર્ટીમાં કપૂર ખાનદાનના દરેક સભ્યો હાજર રહે છે, પરંતુ આ પાર્ટીમાં કપૂર ખાનદાનનો ભાગ બનવા જઈ રહેલી કૅટરિના કૈફે પણ હાજરી આપી હતી. રણબીર કપૂર આ પાર્ટીમાં તેની ગર્લફ્રેન્ડ કૅટરિનાને લઈને આવ્યો હતો. તેમની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે એવી વાત ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ તેમને જોતાં લાગતું નથી કે તેમની વચ્ચે અણબનાવ હોય.



આ પાર્ટીમાં કરિશ્મા કપૂર તેનાં બાળકો સાથે, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન, રિશી કપૂર, રણધીર કપૂર અને ક્રિષ્ના રાજ કપૂરે પણ હાજરી આપી હતી.