સાસુના નામે બાળકો માટે પૈસા ડોનેટ કર્યા રણબીરે

27 December, 2023 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂરે ક્રિસમસ હોવાથી ચાઇલ્ડ વેલ્ફેરને એક લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું.

રણબીર કપૂર ,સોની રાઝદાન

રણબીર કપૂરે ક્રિસમસ હોવાથી ચાઇલ્ડ વેલ્ફેરને એક લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. રણબીર તેની ફૅમિલી સાથે હાલમાં વેકેશન પર ઊપડી ગયો છે. જોકે આ પહેલાં તેણે પૈસા ડોનેટ કર્યા હતા. આ પૈસા તેણે પત્ની આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાનના નામે ડોનેટ કર્યા હતા. ક્રિસમસ દરમ્યાન કપૂર ફૅમિલીના ઘરે લંચનો રિવાજ છે. એ દરમ્યાન કપૂર ફૅમિલીની દરેક વ્યક્તિ ભેગી થાય છે. એ પહેલાં આલિયાએ એક નાનકડું ગેટ ટુગેધર રાખ્યું હતું. એ ગેટ ટુગેધરમાં કરણ જોહર અને અયાન મુખરજીએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં આલિયાની ફૅમિલી પણ હાજર હતી અને એ દરમ્યાન રણબીરે આ ચૅરિટી કરવાનું નક્કી કર્યું હતું. રણબીરે કરેલી ચૅરિટીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોની રાઝદાને કૅપ્શન આપી હતી, ‘મારા ડાર્લિંગ સન ઇન લોએ ખૂબ સારી ગિફ્ટ આપી છે.’

ranbir kapoor alia bhatt entertainment news bollywood news bollywood buzz