કરણ જોહરની અય દિલ હૈ મુશ્કિલમાં રણબીર, ઐશ્વર્યા અને અનુષ્કાની સાથે સૈફ પણ

06 December, 2014 06:28 AM IST  | 

કરણ જોહરની અય દિલ હૈ મુશ્કિલમાં રણબીર, ઐશ્વર્યા અને અનુષ્કાની સાથે સૈફ પણ



કરણ જોહરે રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને અનુષ્કા શર્માને લઈને ‘અય દિલ હૈ મુશ્કિલ’ બનાવવાની ઘોષણા કર્યા પછી આ ફિલ્મ વિશેના નવા સમાચાર એ છે કે એમાં સૈફ અલી ખાન પણ હશે. બીજી એક વાત એ પણ સ્પષ્ટ થઈ છે કે આ ફિલ્મની મુખ્ય હિરોઇન અનુષ્કા શર્મા હશે.