લૉકડાઉનમાં વાંચનની સલાહ આપી રાણા દગુબટ્ટીએ

25 March, 2020 05:53 PM IST  |  New Delhi | Agencies

લૉકડાઉનમાં વાંચનની સલાહ આપી રાણા દગુબટ્ટીએ

રાણા દગુબટ્ટી

રાણા દગુબટ્ટીનું કહેવું છે કે લૉકડાઉનના સમયમાં લોકોએ વધુ વાંચન કરવું જોઈએ. કોરોના વાઇરસને પગલે ઇન્ડિયાના વિવિધ શહેરને લૉકડાઉન કરવામાં આવી રહ્યાં છે. લોકો નિયમનું પાલન ન કરી રહ્યા હોવાથી તેમને જબરદસ્તીથી ઘરમાં બેસાડવા પણ જરૂરી બન્યું છે. આ માટે પોલીસ દિવસ-રાત કામ કરી રહી છે. લોકોએ ઘરે બેસી પ્રોડક્ટિવ કામ કરવા વિશે રાણા દગુબટ્ટીએ તેની રીડિંગ ઍપ્સ કંપનીને એક મહિના માટે ફ્રી કરી દીધી છે. તે અમર ચિત્રકથા અને ટિન્કલ ઍપમાં પાર્ટનર છે. આ વિશે રાણા દગુબટ્ટીએ કહ્યું હતું કે ‘આ સમયને જોતાં લાગે છે કે સૌથી સારું એ જ રહેશે કે આપણે ઘરમાં બેસી ક્લીન અને સેફ રહીએ. પ્રૉબ્લેમ એ છે કે આપણે એ જનરેશનના માણસો છીએ જે એકસાથે ઘણી વસ્તુઓ સાથે એન્ગેજ્ડ રહે છે. આથી અમે અમર ચિત્રકથાનું સબસ્ક્રિપ્શન એક મહિના માટે ઓપન કરી દીધું છે જેથી બાળકો અને ઍડલ્ટ્સ પણ વાંચી શકે. તેઓ શું વાંચવું એ પસંદ કરી શકે છે. પુસ્તક વાંચવું એ ખૂબ જ પૉપ્યુલર કલ્ચર છે જેમાં લોકો આપણા દેશ, આપણા ભગવાન, રાજા અને કલ્ચર વિશે ખૂબ જ સારી રીતે જાણી શકે છે.’

કોરોના વાઇરસ વિશે રાણા દગુબટ્ટીએ કહ્યું હતું કે ‘આપણે બધા જ આવું કદાચ પહેલી વાર જોઈ રહ્યા છીએ. આથી આપણે ખૂબ જ ચેતીને રહેવું પડશે અને સતત હાઇજિનિક રહેવું પડશે. તમારા સમયને તમારી ફૅમિલી સાથે એન્જૉય કરો. પૅનિક થવાની જરૂર નથી.’

rana daggubati bollywood news entertainment news coronavirus covid19