કોરોના વાયરસ પર ફિલ્મ બનાવી રહ્યા છે રામગોપાલ વર્મા, ટ્રેલર રિલીઝ

26 May, 2020 09:08 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોરોના વાયરસ પર ફિલ્મ બનાવી રહ્યા છે રામગોપાલ વર્મા, ટ્રેલર રિલીઝ

રામગોપાલ વર્મા (ફાઇલ ફોટો)

બોલીવુડના જાણીતા ડાયરેક્ટર રામગોપાલ વર્માએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શૅર કરી છે. આ કોઇક ઘરના ડાયનિંગ એરિયાની તસવીર છે, જ્યાં બધાં જ ફેમિલી મેમ્બર્સે અંતર જાળવી રાખ્યું છે.

કોરોનાવાયરસના કારણે દેશવ્યાપી લૉકડાઉન જાહેર છે. સરકારે બધાને ઘરે રહેવાની અપીલ કરી છે. લૉકડાઉનમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીની શૂટિંગ રોકાયેલી છે. આની સાથે જ સોશિયલ ડિસ્ટેન્સિંગ પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારે સોમવારે સોશિયલ ડિસ્ટેન્સિંગને ધ્યાનમાં રાખતા શૂટિંગ શરૂ કર્યું. તો ડાયરેક્ટર રામગોપાલ વર્મા પણ એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. તેમણે 'કોરોના વાયરસ' નામની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે.

લૉકડાઉનમાં લૉકડાઉન પર ફિલ્મનું શૂટિંગ
રામગોપાલ વર્માએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શૅર કરી છે. આ કોઇકના ઘરના ડાયનિંગ એરિયાની તસવીર છે. જ્યાં બધાં ફેમિલી મેમ્બર્સે ડિસ્ટેન્સ જાળવી રાખ્યું છે. આની સાથે જ તેમણે લખ્યું છે કે, "તસવીરમાં કોરોના વાયરસથી ફેમિલી ડિસ્ટેન્સિંગ...લૉકડાઉન દરમિયાન લૉકડાઉન પર ફિલ્મનું શૂટિંગ." આ સિવાય તેમણે ફિલ્મ 'કોરોના વાયરસ'નું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે.

ક્લાઇમેક્સને લઈને ચર્ચામાં છે રામગોપાલ વર્મા
રામગોપાલ વર્મા હાલ પોતાની ફિલ્મ 'ક્લાઇમેક્સ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અમેરિકન એડલ્ટ સ્ટાર મિયા માલકોવા કામ કરી રહી છે. આ ફિલ્મનું ટીઝર અને ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ પહેલા મિયા માલકોવા, 'ગૉડ, સેક્સ એન્ડ ટ્રુથ' નામની ડૉક્યુમેન્ટ્રી અડલ્ટ ફિલ્મમાં રામગોપાલ વર્મા સાથે કામ કરી ચૂક્યા છે.

રામગોપાલ વર્માએ મિયા માલકોવાની એક્ટિંગના કર્યા વખાણ
રામગોપાલ વર્માએ મિયા માલકોવાની એક્ટિંગના વખાણ કરતાં લખ્યું હતું કે 'ક્લાઇમેક્સ' એક થ્રિલર ફિલ્મ છે જેને મેં મારી ગમતી સ્ટાર મિયા માલકોવા સાથે બનાવી છે. ફિલ્મમાં તેમની એક્ટિંગ જોઇને તમે પણ દંગ રહી જશો.

bollywood bollywood news bollywood gossips ram gopal varma coronavirus