ફેવરિટ ‘ડિપાર્ટમેન્ટ’માં કામ બગડતાં રામુ ગુસ્સે

21 October, 2011 06:54 PM IST  | 

ફેવરિટ ‘ડિપાર્ટમેન્ટ’માં કામ બગડતાં રામુ ગુસ્સે



સંજય દત્તના આ સીન જ્યારે પોસ્ટ-પ્રોડક્શન માટે આવ્યા ત્યારે આખી સ્ક્રીનમાં અંધારું હતું અને માત્ર સંજય દત્તના ડાયલૉગ્સ જ સાંભળવા મળતા હતા. આ કારણે જ ટીમને ખાતરી થઈ હતી કે કૅમેરાના ઍન્ગલ્સ સરખા ન રહેતાં આખો ભાગ અંધારામાં શૂટ થયો છે. આ ભૂલ સપન નરુલા નામના કૅમેરામૅનથી થઈ હતી. સપને રામુ સાથે ‘નૉટ અ લવસ્ટોરી’માં પણ કામ કર્યું હતું અને બન્ને વચ્ચે કામની કેમિસ્ટ્રી પણ સારી હતી. સપને સંજય દત્તના સીન શૂટ કર્યા હતા અને તેણે ટેક પૂરા થતાં સ્ક્રીન પર એ ચેક નહોતું કર્યું કે સીન બરાબર આવ્યો છે કે નહીં.

મુશ્કેલીમાં વધારો

રામગોપાલ વર્માની મુશ્કેલીઓનો અંત અહીં નથી થતો. સંજય દત્ત આ સીનને ફરીથી શૂટ કરવા આવે એ માટે તેની તારીખોનો મેળ નથી પડતો. જોકે માત્ર એક જ દિવસનું શૂટ હોવાને લીધે સંજુએ રામગોપાલ વર્માને કહ્યું છે કે તે પોતાનાથી બનતી કોશિશ કરશે અને શૂટિંગ માટે આવશે. ખબરો અનુસાર આ ભાગનું રી-શૂટ આવતા અઠવાડિયામાં થશે.